________________
મેહ પરિવાર
જાય છે. પિતાના નયનકટાક્ષથી પુરૂષ ભ્રમરને આકષી ઉભયના અધપતનને કરે છે. ભાઈ! આ વેદ મહાકાફર છે. નપુસદ :
આર્ય ! ત્રીજો પુરૂષ દેખાય છે તે “પંઢવેદ” નામથી ઓળખાય છે. “ નપુંસક” વેદ પણ કહેવાય છે. આના પરાક્રમનું વર્ણન કરવું એ શરમજનક કાર્ય લેખાય છે. આ વેદ પ્રાણીઓ પાસે મહાનિંદનીય કાર્ય કરાવે છે. એની વિષય ઝંખના નર અને નારી એમ બંને પ્રતિ રહ્યા કરે છે. માનવ ધર્મના સામાન્ય ગણાતા આચારે પણ એ જાળવી શકતું નથી. સર્વત્ર સર્વ રીતે નિંદાપાત્ર એ થયા કરતો હોય છે. લેકમાં પણ એનું કંઈ ગણનાપાત્ર સ્થાન હોતું નથી.
આ ત્રણ મિત્રોની શક્તિના અભિમાનથી મકરધ્વજ વિશ્વને પિતાના નાનામાં નાના દાસ કરતાં પણ તુચ્છ ગણે છે. વિશ્વ એક રાંક છે, બાપડું છે. એમ એના મનમાં વસેલું છે. મહારાણી રતિદેવી :
મકરધ્વજના અર્ધ આસનને શોભાવી રહેલા જે હસમુખા સન્નારી દેખાય છે, તે મકરધ્વજના પ્રિય પ્રિયતમા છે. એમનું શુભ નામ શ્રી “રતિદેવી” છે. પ્રેમના પરમાણુઓ અને નેહના તંતુઓથી રતિદેવીની રૂપમૂર્તિ બનેલી છે. લાગણી પ્રધાનતા, ભાવાવેશ અને અજ્ઞાનભર્યું સમર્પણ, એ એના ગુણે છે.
રતિ અને એના માનવંતા કંથ મળીને મંત્રણાપૂર્વક કાર્ય કરે અને પછી માનવીના જે હાલ થાય તે તે જુદા જ હોય. કામનાવાનું માનવી કયું અકાર્ય ન કરે?
જ