________________
૧૫૪
ઉપમિતિ કથા સારિદ્વાર અપ્રત્યાખ્યાની બાળકે કરતાં પાતળી કાયાના ચાર બાળકે દેખાય છે, એને જ્ઞાની ભગવતે “પ્રત્યાખ્યાની નામથી ઓળખાવે છે.
બાહ્યપ્રદેશના પ્રાણીઓ સામાન્ય રીતે ધીરે ધીરે તત્ત્વમાર્ગ ઉપર ચાલે તે અવરોધ ઉભું કરતા નથી. દેશવિરતિ ગ્રહણ કરે તે વાંધે કાતા નથી, પણ સંસારના સંપૂર્ણ વૈભવ વિગેરેને ત્યાગ કરી સર્વથા તવમાર્ગે ચાલવા ઈચ્છતા હોય, સર્વવિરતિ સ્વીકાર કરવા માગતા હોય તે મહા અવરોધ ઉભું કરે છે.
સૌથી નાના અને દુબળા જે બાળકે દેખાય છે, એમને સંજવલન" નામથી સત્પરૂ એાળખાવે છે.
આ ચારે જણા તવમાર્ગની આડે આવતા નથી. વિરતિને વિરોધ કરતા નથી. પણ આત્મા જ્યારે વીતરાગ બનવાની ઈચ્છા કરે અને પ્રયત્ન આદરે ત્યારે મેટી મુશ્કેલી ઉભી કરે છે.
વિતરાગ બનવા ઈચ્છનારને વારંવાર પજવે. વીતરાગ બનવા તૈયારી કરે, ત્યાં માન સળવળે કાં લાભ આવીને ગલીપચી કરે. નહિ તે માયા અને ક્રોધ ધૂરકીયાં કાલ્યા સિવાય ન રહે.
* પ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની માન, પ્રત્યાખ્યાની માયા, પ્રત્યાખ્યાની લોભ. આ ચાર સાધુમાગને સ્વીકાર કરવા દેતા નથી.
* સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયા, સંજષલન લેભ. આ ચારે વીતરાગ અવસ્થા આવવા દેતા નથી.