________________
ઉપમિતિ કથા સારદ્વાર
ભલા પ્રક! આ સાતે રાજાએ અને એના પરિવારના મુખ્ય વ્યક્તિઓના નામે અને ગુણે તેને સંક્ષેપમાં જણાવ્યા છે. જે દરેકની શક્તિ અને કાર્યોનું વર્ણન કરવા બેસું તે મારું સંપૂર્ણ જીવન અહીં જ પસાર થઈ જાય.
મામાના ગંભીર અને અર્થગૌરવ ભર્યા વિવેચનથી પ્રકર્ષ અતિ પ્રસન્ન બન્યું અને જણાવ્યું, મામા ! આપે મહામહ રાજાના પરિવારની સમજુતી ઘણા સુંદર અને સરળ શબ્દોમાં આપી છે. મને ઘણું જાણવા મળ્યું છે. ગંભીર પ્રશ્ન અને વિચારણીય ઉત્તર:
મામા! બધી વાત સાચી પણ હજુ મારું એક આશ્ચર્ય સમતું નથી.
વિમ–તું વાત કર, એટલે સમાધાન થાય.
પ્રક_મામા ! આ મંડપમાં રાજાઓને ધારી ધારી જોઉં છું, ત્યારે એને પરિવાર મારા જેવામાં આવતું નથી અને પરિવારને ધારી ધારી જેઉં છું તે મને એક પણ રાજા દેખાતું નથી. એનું શું કારણ હશે ?
આપે તે રાજાઓ અને રાજપરિવાર નામથી જુદા જુદા ગણાવ્યા છે અને ગુણે પણ ભિન્નભિન્ન બતાવ્યા છે, તે આ વિષયમાં વાસ્તવિક શું સમજવું? આપ જણાવશો ?
વિમર્શ–વત્સ! તારે આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. રાજા અને રોજ પરિવાર એક સાથે નહિ દેખાય. સર્વ પણ એક સમયે બેને જોઈ શકતા નથી,