________________
મહાહનું સામંતચક
નથી. અનેક શક્તિને અધિપતિ માનવ પણ મૃતક જે જડ અને અજ્ઞાન બની જાય છે.
બીજા ચાર મહાસાહસી પુરૂષે છે. તે પિતાની વિશિષ્ટ શક્તિથી જગતને અંધ જેવા અદેખતાં બનાવે છે. વેદનીય :
તૃતીય સિંહાસનને શોભાવનાર રાજવી શ્રી “વેદનીય” છે. એમની બન્ને બાજુ એમના આજ્ઞાંકિત એક એક સેવક બેઠેલા છે.
બે સેવકેમાં પહેલાનું નામ “સાત” છે. તે પિતાની શક્તિથી વિશ્વના પ્રાણુઓને સુખી સુખી કરી દે છે. દેવ, દાનવ અને માનવને આનંદ આનંદ આપે છે. સૌને એ લાડકવા બની જાય છે.
બીજા સેવકનું “અસાત” નામ છે. શેક, સંતાપ, દુઃખ વિગેરે અનેક અપ્રિય વસ્તુઓને આમંત્રણ આપી જગતના પ્રાણુઓને દુઃખી દુઃખી અને બેહાલ બનાવી દે છે. સૌને સંત્રાસ આપ એ એનું મુખ્ય કાર્ય છે. એમાં જ એ ઉર્મિલ રહે છે. આયુષ્ય :
અરે ! ચેથા મહારાજાને જે જોઈએ! એ “આયુષ્ય” નામ ધરાવે છે. એમની આજ્ઞામાં ચાર નાના મોટા છોકરાઓ છે. એ ચારે સેવા કરવામાં મણ રાખતા નથી.
૧ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન આ ચારના આવરણનું કાર્ય કરનારા. વિશેષ માટે ગુરૂગમ લેવો જોઈએ.
એને
સુવાસ આપી
૧૧