________________
૧૬૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
જ્ઞાનસંવરણ :
ભદ્ર પ્રકર્ષસામે જે. એ “જ્ઞાનસંવરણ” નામને રાજવી છે, એની પરિચર્યામાં પાંચ પરિચાયકે સદા ખડે પગે હાજર હોય છે.
જ્ઞાનસંવરણ” રાજા સુપ્રસિદ્ધ વ્યક્તિ છે. પાંચ પરિચાયના વિનાશક કાર્યોથી રાજાની કીર્તિ દૂર કર્મ કરનારા એમાં પ્રથમ કક્ષાની છે મહા કુખ્યાત વ્યક્તિ છે.
બહિરંગ પ્રદેશના પ્રાણીઓમાં જે જ્ઞાનને પ્રકાશ હોય છે તે પ્રકાશ જ્ઞાનસંવરણ રાજા પોતાના પરિચાયક દ્વારા આવરી લે છે. પ્રાણીઓને અંધ જેવા મૂઢ બનાવી દે છે. વિવેક, પ્રજ્ઞા, મતિ, બુદ્ધિ, મેધા વિગેરે ઝૂંટવી લે છે. દર્શનાવરણ:
એ પછીના રાજવી ભણું જે, એની તહેનાતમાં નવ વ્યક્તિએ ઉભા છે. એ રાજાનું નામ “દર્શનાવરણ” છે.
નવ વ્યક્તિઓમાં પાંચ સુંદર સ્ત્રીઓ પરિચારિકા છે.* એ પિતાની શક્તિ દ્વારા વિશ્વના પ્રાણીઓને નિદ્રાળુ બનાવી ઘેરતાં કરી મૂકે છે. એ અવસ્થામાં શાન ભાન કહ્યું હતું
* મતિજ્ઞાનાવરણ, કૃતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ. મન પર્યાવ જ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ.
૪ નિદ્રા, નિશનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, ત્યાનદ્ધિ, આ પાંચ પરિચારિકાઓ દર્શનાવરણીયના ભેદે છે.