________________
મહામહતું સામંતચક
૧૫૭ માત્ય છે. આપણે જેની શોધમાં નીકળ્યા હતા, તે જ આ વિષયાભિલાષ છે.
ભદ્ર! બાહ્યપ્રદેશના પ્રાણીઓના હદય આકાશમાં વિવેકની શીળી છાંયડી કરનારા વાદળદળ ત્યાં સુધી જ શીતળતા કરે છે, કે “વિષયાભિલાષને ” મહાપ્રભુજન વાયુ ના વાયો હેય. વિષયાભિલાષના પવન ઝપાટે એ વિવેકના વાદળદળ દળદળમાં વિખરાઈ અદશ્ય બની જાય છે.
સ્પર્શન, રસના વિગેરે પાંચ બાળકોને આ પિતા છે. એ સંબંધી વાત આપણે મિથ્યાભિમાન દ્વારા પહેલાં સાંભળી હતી.
વિષયની આસક્તિમાં ફસાએલા પ્રાણીઓ સ્પશન વિગેરે દ્વારા પરાભવ પામે છે અને પરાભવિત થએલા તે પામર કયા કયા અકાર્યોને આચરતા નથી? રસનાને આધીન બનેલા જડના જીવનને આપણે જોઈએ જ છીએ ને?
વિશ્વવિજેતા, અસહ્ય બલિષ્ઠ, ઉદ્દડ શક્તિસંપન્ન, વીર વિક્રમી પિતાના પાંચ બાળકને લીધે વિષયાભિલાષ સદા મદમસ્ત રહે છે. ત્રણ લોકના પ્રાણીઓને પિતાના તુચ્છ સેવકની હેરાળના ગણે છે.
વત્સ ! આપણે જે કાર્ય માટે નિકળ્યા હતા, તે કાર્ય સિદ્ધ થઈ ગયું છે. રસનાની માહિતી મેળવવી હતી તે આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. વિષયાભિલાષ મહામાત્યની એ પુત્રી થાય છે. આપણું કાર્ય પૂર્ણ થયું.