________________
૧૪૮
ઉપમિતિ કથા સદ્ધાર
પુરૂષાતનવાળે પુરૂષ પણ પિતાની પ્રિયતમાના દાસત્વને સ્વીકારે. અરે! માત્ર દાસાવ જ સ્વીકારે એટલું જ નહિ પણ દાસત્તવમાં આનંદ અને પ્રેરણા માને. નારીની વેઠમાં પિતાની શેઠાઈ જુવે. હોંશે હોંશે એની આજ્ઞા શિરોધાર્ય કરે.
પ્રિય પ્રકર્ષ! તારા પ્રશ્નના સમાધાનમાં મેં મકરધ્વજ રાજા અને એમના પત્ની તથા પરિવારનું હુબહુ વર્ણન કહી સંભળાવ્યું છે. તેને એના વ્યક્તિત્વને અને એની શક્તિઓને ખ્યાલ આવી ગયો હશે. હાસ :
પ્રક_મામા ! તમે મકરવજનું વર્ણન ઘણું સુંદર કર્યું, પણ મકરધ્વજની સમીપમાં પેલા સિંહાસન ઉપર પાંચ માનવીએ બેઠા છે, એમના નામ અને પરિચય આપવા અનુગ્રહ કરશે ?
વિમ–ભાણું ! એ પાંચમાં પહેલો અને રૂપે રંગે રૂડા રૂપાળે દેખાય છે તેનું “હાસ” નામ છે. ભારે માથાભારે છે. શત્રુઓની મશ્કરી કરવી, ઠેકડી ઉડાવવી એ એને મુખ્ય સ્વભાવ છે.
આ “હાસ” બાહ્યપ્રદેશના પ્રાણીઓમાં વિના કારણે અને કેટલીવાર સામાન્ય કારણમાં મેટે ખળભળાટ મચાવી દે છે. રોગનું મૂળ ખાંસી અને કજીયાનું મૂળ હાંસી” એ સાર્થક કરી બતાવે છે
ઘણીવાર સામાન્ય નજીવા પ્રસંગમાં મહાવિર કરાવી નાખે છે. ભલભલાને ભરી સભામાં ઉતારી પાડે છે. વિકૃત અને