________________
મહ પરિવાર
૧૬%, અતિચપળ હાસ્યથી ભ્રમણા અને શંકા ઉભી કરાવે છે. એમાંથી માનહાનિ, વર, વિખવાદ, અબલા, ઈર્ષા, અસૂયા, ઉગ આદિના અનેક દુર્ગુણે ફુટીને ફણગારૂપ બની જાય છે.
હાસના બાજુમાં જ અર્ધસિંહાસને બિરાજી રહેલા છે તે એમના માનવંતા અર્ધગના છે. “તુચ્છતા” એમનું નામ છે. હાસ અને તુચ્છતા પરસ્પર અપાર પ્રીતિ અને શ્રદ્ધા ધરાવે છે. તુચ્છતાના સ્વભાવમાં ભારેખમ અભિમાન ભર્યું છે. વિના કારણે નાના પુરૂષોની વાત ઉપર અને બિનઆવડત ઉપર ખી ખી કરી હસ્યા કરે. હાસ દ્વારા પજવણું કરાવે છે. અરતિ :
ભલા! બીજા આસને ભારે શ્યામવર્ણ, બિહામણું, અણુ ગમતા નારી દેખાય છે, એમનું “અરતિ” નામ છે. જેવા એમના રૂપ રંગ છે એવા એમના કાર્યને રંગ ઢંગ છે. બાહ્યપ્રદેશના પ્રાણીઓના અંતરમાં દુઃખ આપવું, એમના નાજુક મનને ત્રાસ અને તાપ આપી શેષવી નાખવું, એ એમનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. કુણુશ જેવી વસ્તુ એનામાં અલ્પાંશે નથી. ભય :
પ્રકર્ષ ! ત્રીજા સિંહાસન ઉપર બેઠેલા પુરૂષને જે તે ? એની તહેનાતમાં સાત સેવકે હાજર દેખાય છે. “ભય”
* શાસ્ત્રમાં સાત પ્રકારના ભય આવે છે. (૧) સ્વજાતિને સ્વજાતિને ભય. (૨) સ્વજાતિને પરજાતિને ભય. (૩) ધનાદિનાશ ભય. (૪) અકસ્માત ભય, (૫) જીવનચિંતા ભય, (૬) મરણ ભય. (૭) અપયશ ભય.