________________
માહ પરિવાર
૧૪૫
દેખાતા નથી. અવિવેતાનું વર્ણન આપણને કે અગાઉ સંભળાવેલું છે એ તારા ખ્યાલમાં હશે. મહાપરાક્રમી મકરાવજ :
પ્રકર્ષ–મામા! મહામહ-મહિપતિની પાછલી હરોળમાં મોટા સિંહાસન ઉપર બેઠેલા, જેની બાજુમાં ત્રણ મિત્રો જેવા વ્યક્તિવિશેષ બેઠાં જણાય છે, પિતાની પીઠ ઉપર બાણનું ભાથું બાંધેલું છે. હાથમાં નિશાન લઈ ધનુષ તાણું રાખ્યું છે. ભાથામાં પાંચ બાણને સંગ્રહ છે. શરીરને રંગ સુરેખ લાલ તામ્ર જેવું છે. વિલાસની ઉત્તેજિત લાલસાએ જેનાં નયનમાં ભરપૂર ભરી દેખાય છે. રૂપ અને તિના પંજસમી ચંચળ નયના નમણી નારીને પિતાના મેળામાં બેસાડી છે. જેના વિજયધ્વજમાં મીન શેભી રહ્યું છે. જેના શરીરમાંથી તેજના વર્તુલકિરણે ચોમેર મદભર્યો પ્રકાશ રેલાવી રહ્યાં છે, તે કયા મહામહિમ રાજા છે ?
વિમર્શ–ભાઈ પ્રકર્ષ! શું વિશ્વવિક્રમી આ રાજાને પણ તું નથી ઓળખતે ? મને પણ તારે આ પ્રશ્ન આશ્ચર્ય ઉપજાવે છે. વિશ્વમાં આ અતિપ્રસિદ્ધ, અતિ પરાક્રમી અને કામણગારે વ્યક્તિ છે. તું એને ન ઓળખી શકો? ભારે આશ્ચર્ય!
એ મહારાજાનું નામ મકરધ્વજ છે. દેવ, દાનવ, માનવ ઉપર આધિપત્ય ભેગવતા વિશ્વવિખ્યાત મહાસમર્થ દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને માનવેન્દ્રો પણ ફુલમાળાની જેમ મકરધ્વજની આજ્ઞા પિતાના મસ્તક ઉપર આનંદથી ધારણ કરતાં હોય છે.
* આ વાત પૃષ્ઠ ૯૯ માં શોકે આ મામા-ભાણેજને જણાવી છે.