________________
ઉપમિતિ કથા સદ્ધાર
કઈ બાબતમાં ઉતરતી કક્ષાને નથી. પરંતુ મહામહ મહિ. પતિને દ્વેષગજેન્દ્ર ઉપર વધુ વહાલ છે.
આપદા અને ઉપદ્રથી બાહા જગતને પ્રાણુઓ ભય પામતા હોય છે, એ રીતિએ જ શ્રેષગજેન્દ્રને જોતાં જ ભયવિહળ બની જતાં હોય છે. શ્રેષગજેન્દ્રની દૃષ્ટિમાં એક એવી કાતીલ વિષભરી શક્તિ હોય છે જેમાં જ પ્રાણ થથરી ઉઠે છે.
આ વિશ્વરૂપ અટવીમાં દ્વેષગજેન્દ્ર રાજવી જ્યારે ફરવા નિકળ્યા હોય છે ત્યારે પ્રાણીસમૂહ મહાદુઃખતળે આવી પડે છે. શ્રેષગજેન્દ્રની સાનિધ્યમાં આ ભવમાં દુઃખ અને પરભવમાં દુઃખ, દુઃખ અને દુઃખ. એ જ શ્રેષગજેન્દ્રની કાર્યવાહીને સરવાળે હેય છે.
ભાણ! છેષગજેન્દ્રનું નામ સાર્થક છે. ગજેન્દ્રના નામથી લકે ત્રાસ ત્રાસ પિકારતા હોય છે. એ રાજવી સનેહી યુગલેમાં વિખવાદ અને વિષાદના કંટક ઉભાં કરે છે. સ્નેહના તંતુથી જોડાએલા નેહીઓને વિખૂટાં કરાવે છે. સંપથી એકમેક થઈને રહેતા સનેહીમાં વિચિત્ર સ્વભાવથી વૈર અને ઘર્ષણ ઉભું કરાવે છે. પ્રેમનાં મંડાણમાં ભંગાણ કરવું એ એનું મુખ્ય કાર્યક્ષેત્ર છે.
ગંધહસ્તિથી નાના હાથીઓ ભય પામી નાશી જાય, એમ દ્વેષરૂપ વિશાળ શ્યામળ હાથીથી વિવેકરૂપ નાના હાથીએ ભયથી ગભર બની દૂર ભાગી જાય છે.
દ્વેષગજેન્દ્રની પ્રિયતમાનું નામ “અવિવેક્તા” છે. એ હાલમાં આ મંડપમાં વિદ્યમાન નથી. એથી સિંહાસન ઉપર