________________
પ્રકરણ છઠું
મિથ્યાદન આદિ મેહ પરિવાર
સંસારીજીવ વાર્તા આગળ ચલાવે છે.
શ્રી નરવાહન રાજાને રિપુદારણના સાંભળતાં શ્રી વિચક્ષણ સૂરીજીએ જણાવ્યું.
એ વખતે વિમર્શમામાએ પ્રકર્ષ ભાણેજને કહ્યું ભાઈ પ્રકર્ષ! તને પ્રમત્તતા નદી વિગેરેને પરમાર્થ સ્પષ્ટ સમજાવે છે. તારે વધુ કાંઈ પૂછવાનું બાકી છે? કાંઈ પ્રશ્ન હોય તે જણાવ. એનું પણ નિરાકરણ કરી શકાય.
પ્રકર્ષ મામા ! પ્રમત્તતા નદી વિગેરેના નામ અને સ્વરૂપ મને બહુ સરસ રીતે ખ્યાલમાં આવી ગયા છે. પરંતુ આ મહારાજા મહામહ અને એમના પરિવારને પરિચય કરાવે. એમના ગુણ-દેણે મને સમજાવે. દેવી મહામૂઢતા :
વિમ–ભાણા! સામે જે જોઈએ. મહારાજા મહામહના સિંહાસનના અર્ધભાગમાં સ્થૂલકાય નારી બેઠેલાં છે, તે મહારાજાના માનવંતા અને સદા સૌભાગ્યવંતા મહારાણુ સાહિબા છે. એ મહારાજાને અત્યંત પ્રિય છે. મહારાણના ગુણે અને સ્વભાવ મહારાજાથી મળતા જ છે. મહામૂઢતા એનું નામ છે.
અને
ગયા છે.
એમના