________________
મેહ પરિવાર
૧૩૮
મહામાત્ય મિથ્યાદશન :
મહારાજાના સિંહાસનની બાજુના લઘુસિંહાસન ઉપર બેઠેલે શ્યામવર્ણો પુરૂષ દેખાય છે, તે મહારાજાને મહામાત્ય છે. એ વક દષ્ટિથી આખા સભામંડપના સદસ્યોનું નિરીક્ષણ કરી રહ્યો છે. રાજ્યના સંપૂર્ણ વહીવટ અને રોગક્ષેમની પૂર્ણ જવાબદારી એના શીરે રહેલી છે. ઘણે સમર્થ અને મહામૂધ
વ્યક્તિ છે. રાજાઓને પણ પિતાની બુદ્ધિથી બલિષ્ઠ બનાવી દેનાર છે. રાજ્યનું સંવર્ધન કરવામાં કુશળ કાર્યકર છે. “મિથ્યાદર્શન” નામથી પ્રસિદ્ધ થએલે છે.
વળી બાહ્યપ્રદેશના પ્રાણીઓના મગજમાં બુદ્ધિવિપર્યાસ કરે છે. વિપર્યાસના લીધે પ્રાણુઓ વીતરાગ પરમાત્માને સુદેવ માનવા જોઈએ પણ કુદેવ માને અને કામી દેને સુદેવ માને. વીતરાગ સુદેવની આજ્ઞાને પાળનારા ગુરુઓને કુગુરુ માને અને આરંભ પરિગ્રહયુક્ત અબ્રહ્મચારી ગુરુને સુગુરુ માને. શ્રી જિનેશ્વરદેવ કથિત દયામૂલક સુધર્મને કુધર્મ માને અને કપલ કવિપત હિંસાદિ અધર્મને સુધર્મ તરીકે સ્વીકારે. જીવાદિ નવ તમાં ભારે ગોટાળા ઉભા કરે.
મિથ્યાદશન દ્વારા થતા વિપર્યાસના કારણે આત્માઓ પુણ્ય-પાપની પરીક્ષા કરવામાં અસફળ થાય છે અને પાપાચારે આચરી દુઃખદાયી સંસારાટવીની ભીષણતામાં અટવાઈ પડે છે. અટવાયા પછી પાર પામવાની આશાનું કિરણ પણ દેખાતું નથી અને દુખોની પરંપરાએ ઉલેચાતી નથી. એ અટવીના દુઃખનું વર્ણન અશકય છે. શબ્દોથી એ બેલી ન શકાય અને પુસ્તકમાં પણ ઉતારી ન શકાય. *