________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
અવિવેકતા—આય ! આપને મારે વધુ શું કહેવું ? આપ જે આજ્ઞા કમાવે। તે મારું સર્વથા માન્ય જ હાય.
to
શ્રી દ્વેષગજેન્દ્ર યુદ્ધયાત્રા માટે મહામહિમ શ્રી મહામાહ મહારાજા સાથે ગયા અને પતિદેવની આજ્ઞાથી અવિવેકતા મહારાણી રૌદ્રચિત્ત નગરે પધાર્યા.
- ત્યાંથી શ્રી અવિવેકતા મહારાણી કોઇ વિશેષ કારણના લીધે અહિર`ગ પ્રદેશમાં ગયા છે. અમારા મહારાણી ઘણા ચતુર છે અને સમયના પુરા પારખુ છે, એટલે મહત્વના કારણે બહિરંગ પ્રદેશે ગયા છે.
અહીંથી ગયા હતાં ત્યારે દુષ્ટાભિસ`ધિના ત્યાં એક પુત્રરત્નના જન્મ આપેલ અને પછી મારા સાંભળવામાં એવું આવ્યું કે મહારાણીનું પતિદેવ સાથે મિલન થયું. અને ફ્રી બીજા એક પુત્રરત્નના જન્મ આપ્યા છે. એટલે મહારાણી હાલમાં નથી પતિદેવ પાસે, કે નથી આ નગરમાં.
અવાંતર સ્મૃતિ :
પ્રજ્ઞાવિશાલાએ અગૃહીતસ કેતાને કહ્યું, અલી પ્રિય સખી ! આ સંસારીજીવે જે વેળા નદિવર્ધનના ભવમાં વૈશ્વાનર સબધી વાત જણાવેલી અને એ વખતે હિંસા સાથે લગ્ન થતી વખતે જણાવેલું કે “ તામસચિત્ત નગર કેવું છે, દ્વેષગજેન્દ્ર રાજા અને અવિવેકતા રાણી કેવા છે, અને તામસચિત્ત નગરથી અવિવેકતા રાણી રૌદ્રચિત્ત નગરે શા માટે ગયા હતા એ કારણ આગળ જણાવશું ” તે વાત સંસારીજીવે હાલમાં આપણને સંભળાવી, તે તને ખ્યાલમાં આવી હશે.