________________
૧૨૮
ઉપમિતિ કથા સારદ્વાર mmmmmmmmmmmmmm નમણું નારીઓના અને મુલાયમ વસ્ત્ર કે વસ્તુઓના સ્પર્શનું મન થાય, મધુર અને સ્વાદિષ્ટ ભોજનની ઝંખના જાગે.
સુગંધી અતરે અને સુગંધી કુલેની ફેરમ એની નાસિકાને ગમે. નયન મનહર નારીના રૂપે નિરખવા નયને ટગર ટગર થયા કરે, વિષયની વાસનાને ઉદ્દીપન કરનારા સંગીતના સૂરને બહેલાવતી વાજિન્નેની સુરાવલી અને કેકીલકંઠ કામિનીઓના કમનીય ગીતો સાંભળવા કાન સરવાળે.
ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી પુરજોશમાં રહે ત્યારે આવી પરિસ્થિતિ જીવની સર્જાય છે. ઉજાણી ગમનની ઉત્કંઠા યોજના :
વેલહકકુમારને ઉજાણે ઉજવવાનું મન થયું, તેથી વિવિધ વાનગીઓ તૈયાર કરાવરાવી. થોડી થોડી ત્યાંજ ખાધી, પછી ઉદ્યાનમાં ગયા અને ત્યાં મિત્રમંડળ સાથે ઉજાણી ઉજવી.”
સકર્મક જીવને પણ એમ જ વિચાર આવે છે કે પિસા વિગેરે અનર્ગલ સંપત્તિ મેળવું. પરદેશ જઈ અનેક રીતે ધને પાર્જન કરી મેજમજા માણું. ધનાદિ દ્વારા અનેક નારીઓ સાથે વિવિધ વિલાસે વિલસું, ભેગો ભેગવવા એજ માનવ જીવનનું કર્તવ્ય છે અને ધનનું ફળ છે. એવા વિચારો કરી વિલાસની સરિતામાં સ્નાન કર્યા કરૂં.
આ વિચારને ઉજાણે ઉજવવા માટે વેલૂહકકુમારના ઉદ્યાનગમન સાથે સરખાવવું.