________________
ભૌતાચાય અને વેાહક કથા
૧૩૩
સંધ્યાના વાદળા જેવા અલ્પ સ્થાયી છે. એવી વાસ્તવિક વિચારણા ન કરતાં વિપરીત વિચારણા કરે, એ વિપર્યાસ સિંહાસન સાથે સરખાવવા જેવું છે.
વમનનું ફરી ભેાજન :
(6
સ્નેહાળ સખી ! તને ખ્યાલ છે ને ? મૂરખ વેલકે વમનથી ઉચ્છિષ્ટ બનેલું ભાજન ફરી આરેાગવા માંડયું. સમયજ્ઞ વૈદ્યપુત્ર વારતા રહ્યા અને ભાઇસાહેબ હાંશેહેાંશે એ ગટકાવી ગયા.”
એ જ વિધિથી આ જીવ ભાગવીને તજી દ્વીધેલા અને ઉચ્છિષ્ટ અનેલા પદાર્થ પ્રતિ ફરી ભાગઅભિલાષ ધરાવે છે. કમળથી એટલે હદ સુધી લેપાઈ ચૂકયા હાય છે કે એના લજ્જા-વિવેક વિગેરે ગુણા રહેવા પામતા નથી.
વિશ્વમાં રહેલા દરેક પદાર્થોને અનેક વખત અનેક રીતે પૂર્વના અનેક ભવામાં આ જીવ ભાગવી ચૂકયા હોય છે. છતાં આજે એની સ્થિતિ એની એ જ. જાણે આ દૃશ્યમાન પદાર્થો વિણ ભાગવેલા છે.
જે પદાર્થો દેખાય છે તે પુદ્ગલ સમુદાય છે અને પરમાણુ સમુહ છે. એક પુદ્ગલ-પરમાણુ એવા નથી કે જેને આ જીવ ભાગવી ન ચૂકયા હોય. એટલે આ વમન કરેલા પુદ્ગલાને ફરી ભાગવવા એ વમન કરેલી અને વમનથી ખરડાએલી સામગ્રીના પુનઃ ઉપભાગ કરવા ખરાખર છે.
આ વાત ધર્મગુરુઓ ખરાબર સમજાવે છે અને વમનની સાથે સ્પષ્ટ રીતે સરખાવે છે.
હે ભાગ્યવાન્ ! તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અનતજ્ઞાન,