________________
ભૌતાચાર્ય અને વેલ્લહક કથા
૧૨૭
વાતને આ જીવ સાથે વારંવાર થતી વિષય ભેગોની ઈચ્છા સાથે છ દેવી.
“કુમારને અતિ ભેજન કરવાના પ્રતાપે અજીર્ણ થઈ ગયું.” તેમ આ જીવને વધુ પડતા ભેગો ભેગવવાના પ્રતાપે કર્મો વધુ પડતા આત્મામાં ભેગા થઈ ગયા, તેથી કર્મોનું અજીર્ણ થઈ ગયું. એ અજીર્ણમાં અજ્ઞાન અને પાપને જ કચરો ભેગો કરી રાખ્યું હતું.
કુમારને વધુ ખાવાના લીધે અંત:જવર થયે.” તેમ અજ્ઞાન–મેહ કર્મો દ્વારા જીવને રાગ ઉત્પન્ન થાય છે. રાગાદિ જીવને તપાવે છે. જે વસ્તુ કે વ્યક્તિ ઉપર જીવને રાગ ઉત્પન્ન થાય અને એ વસ્તુ કે વ્યક્તિ પ્રાપ્ત ન થાય અથવા પ્રાપ્ત થયા પછી સંયોગમાંથી વિયોગ ઉભો થાય ત્યારે જીવને અન્તસ્તાપ-અંતરમાં વ્યથા રૂપ તાપની સતામણું થાય છે એજ તાવ છે. પ્રમત્તતા નદીની સંજના :
વેલ્ફહકને વારંવાર ખાવાની ઈચ્છા થયા કરતી” રાગાદિ દ્વારા જીવને પ્રમાદાદિ થાય છે અને રાગાદિ દ્વારા મદ્યપાન, વિષયસેવન ઈચ્છા, કેધાદિ ઉત્કટતા, નિદ્રા, લેકનિંદાદિનું આચરણ વારંવાર થયા કરે છે, આનું નામ પ્રમત્તતા નદી.
પ્રમત્તતા નદી જ્યારે ચિત્તવૃત્તિ અટવીમાંથી પસાર થાય છે, ત્યારે આ જીવની વૃત્તિઓમાં-વિચારોમાં તરહ તરહના તરંગે જાગે છે. મદિરાપાનનું મન થાય, નિદ્રા વધુ આવે,