________________
૧૦૬
ઉપમિતિ કથા સારવાર
પ્રમત્તતા નદી :
ભાઈ! જે, આ મહાનદીનું નામ “પ્રમત્તતા” છે. એ નદીના કિનારાઓ “નિદ્રા” ના નામથી ઓળખાય છે.
કષાયે”૩ એ નદીના પાણુરૂપે છે. આ નદીના ચપળ તરંગને “વિષય” નામ આપવામાં આવ્યું છે. નદીના પાણીને સ્વાદ દારૂ જેવો અને માદકગુણી છે. વિકથા૫ રૂપ પ્રવાહ-ઝરણુએ પમત્તતા નદીમાં આવી મળે છે.
તે રાગકેશરી રાજાના રાજસચિત્ત નગર અને દ્વેષગજેન્દ્ર રાજાના તામસચિત્ત નગરને જોયા હતાં ને ? એ બે નગરમાંથી આ નદી ઉત્પન્ન થાય છે. મૂળ એનું આ નગરમાં આવેલું છે. ત્યાંથી ધીરે ધીરે વહેતી વહેતી આ નદી ચિત્તવૃત્તિ મહાટવીમાં આવે છે અને આખરે ભવસાગરમાં એ સરીતા સમાઈ જાય છે.
વિશાળ પટ અને પૂરપાટ પ્રવાહવાળી મહાનદીના નીરમાં ગબડ્યો એટલે ખલાસ થયે સમજ. એમાંથી પાછા નિકળવાને વિચાર કરવાનેયે સમય રહેતું નથી. પડ્યો એટલે
૧ પ્રમત્તતા–પ્રમાદ, આળશ આત્મહિત પ્રતિ ઉપેક્ષા. ભવ અને
ભૌતિક વસ્તુ તરફનો ભાવ. ૨ નિદ્રા-ઉઘ. એના પાંચ પ્રકારે છે. ૩ કષાય-ક્રોધ, માન, માયા અને લેભ. નદીમાં પાણું વહ્યા કરે,
તેમ કષાયો પણ ચાલ્યા જ કરે છે. ૪ વિષય-પાંચ ઇન્દ્રિયોને ગમતા પદાર્થો પ્રતિ રાગ. ૫ વિકથા-રાજકથા, દેશકથા, ભેજનકથા અને સ્ત્રીકથા.