________________
૧૧૬
ઉપમિતિ કથા સદ્ધાર
દેવને ઝૂડવાની શરૂવાત થઈ ગઈ. એક ઉપર એક દંડ પ્રહાર ચાલુ થયો.
શિવભક્તોને વિચાર આવ્યું કે આપણા ગુરૂદેવશ્રી સદા શિવ ભૌતાચાર્યને કાન સંબંધી ઈલાજ ચાલવાને છે, તે આપણે જઈએ એ સારું ગણાય. આપણા જેવું કામ હશે તે સેવાને લાભ મળશે, એમ વિચારી શિવભક્તો ત્યાં આવ્યા.
અહી જોયું તે શાંતિશિવ ગુરૂદેવને પ્રહાર ઉપર પ્રહાર કરે જતે હતે. મલીન વસ્ત્રને નિર્મળ કરવા દેતી પાષાણુ ઉપર ધેકાથી ફૂટે એમ નિર્દય ઘાતકીપણે કૂટતું હતું, એટલે શિવભક્તો બાલ્યા.
અરે શાંતિશિવ ! આ તે શું આદર્યું છે? પૂજ્યપાદ ગુરૂદેવને કેમ મારી રહ્યો છે?
શાંતિશિવે ઉત્તર વાળ્યો, “આ પાપી ઘણી ઘણી મહેનત કરવા છતાં સાંભળતું નથી.”
ભતાચાર્ય કરૂણ અવાજે કરી રડવા લાગ્યા. અત્યંત વેદનાથી પીડિત થતા અને મૃત્યુની સેડમાં આવેલા પ્રાણીની જેમ કરૂણાભરી ચીસે ભૌતાચાર્ય કરવા લાગ્યા અને બચાવની યાચના કરવા લાગ્યા. . શિવભક્તો બૂમાબૂમ કરતા ગુરૂદેવના રક્ષણ કાજે શાંતિશિવને વળગી પડ્યા, એટલે શાંતિશિવે કહ્યું કે “હું
૧ શાંતિશિવ વૈદ્યરાજનું અણસમજુ રીતે અનુકરણ કરી રહ્યો છે.