________________
૧૨૭
ઉપમિતિ કથા સારે દ્વારે મામાએ બધી વસ્તુઓનું પુનઃ વર્ણન કર્યું, વિચક્ષણાચાર્ય નરવાહન રાજવીને આ સર્વ પદાર્થો બરાબર સમજાય એ રીતે જણાવે છે.
આ પ્રસંગે સંસારીજીવે અગૃહીતસંકેતાને પદાર્થોના સ્વરૂપને પૂર્ણ ખ્યાલ આપવા જણાવ્યું, કે ભદ્ર અગ્રહીતસંકેતા! પદાર્થની સમજુતી સરળ કરવી હોય તે એને કથાના રૂપમાં ગોઠવીને સમજાવવામાં આવે તે એ સહેલાઈથી સમજી શકાય છે. એટલા માટે હું તને આ પદાર્થો “વેલહક”ની કથા દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશ. તને એથી સ્પષ્ટ સમજૂતી પ્રાપ્ત થશે. વેલહક કથા :
ભુવનેદર” નામનું એક મહાવિશાળ નગર હતું. અનાદિ” નામના રાજા એ રાજ્યના અધિપતિ હતા. અજેય પરાક્રમથી અને અમેય બળથી પૂર્ણ વિશ્વના સંપૂર્ણ પ્રાણીઓ ઉપર પિતાની મનધારી સત્તા ચલાવી શકવા પૂર્ણ સમર્થ હતા.
અનાદિ” મહારાજાને અતિપ્રિય, નીતિમાર્ગના જ્ઞાતા અને કાયદાશાસ્ત્રમાં કાબેલ “સંસ્થિતિ” નામે પટરાણી હતા.
રાજા રાણીને એક પુત્ર થયે અને “વેદ્યહકકુમાર” નામ સ્થાપવામાં આવ્યું. આ કુમાર ઘણે વહાલા લાગતે હતે પણ ભારે ખાઉધરે નિકળ્યો. દ્વહકના ખાવાને અભરકે કદી ભાંગતે નહિ. ગરિષ્ઠ અને સ્વાદિષ્ટ પદાર્થો વારેઘડીએ