________________
વિશ્વની સફરે.
૧૦૫ વિમર્શ–સામે રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ મારા ખ્યાલમાં આવી ગયું એટલે હાસ્ય આવ્યું.
પ્રકર્ષ–મામા ! આપને જે બધું સમજાઈ ગયું હોય તે મને મારા પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસો કરી આપે.
વિમર્શ–વહાલા પ્રકર્ષ! તું સાંભળ. ચિત્તવૃત્તિ મહાટવી :
વત્સ ! જે અટવીમાં આપણે આવ્યા છીએ તે અટવીનું નામ “ચિત્તવૃત્તિ છે. આ “ચિત્તવૃત્તિ” મહાટવીમાં વિશ્વના તમામ પ્રાણીઓ, મનુષ્ય, ગામ, નગર, પુર વિગેરે બનાવી એમાં વસે છે. કેટલાક મનુષ્યો એ ગામ નગર આનંદપ્રદ ઉલ્લાસવર્ધક અને નિર્મળ બનાવતાં હોય છે અને કેટલાક મનુષ્યો અસંતોષપ્રદ, હતેત્સાહી અને મલીન બનાવતાં હોય છે.
તેથી આ અટવી બહિરંગ પ્રદેશના માનવીઓ માટે સુખ અને દુઃખનું કારણ માનવામાં આવે છે. જે મનુષ્ય આ અટવીમાં સાત્તિવક અને નિર્મળ વૃત્તિઓ રાખી શકતા હેય છે તેમના આવાસ અહ્લાદક અને ગુણકારી બનતા હોય છે અને જેએ તામસ કે સમળ વૃત્તિઓ રાખતાં હોય છે, તેમના આવાસે અમનહર અને અવગુણદાયક કે અવગુણપિષક બની જતાં હોય છે.
૧ ચિત્તવૃત્તિ એટલે મનના વિચારે.