________________
વિશ્વની સફર
૧૦૬
મહામે હાદિના સભામંડપમાં દશન:
મહાટવીની મધ્યમાં એક મહાનદી આવેલી હતી. મહાનદીના રેતીવાળા ઉંચાણના દ્વીપ જેવા ભાગ ઉપર એક વિશાળકાય મંડપ બાંધવામાં આવ્યો હતે.
મંડપના મધ્યાંગણમાં એક સુશેન વેદિકા-બેઠક બનાવવામાં આવી હતી. વેદિકા-બેકના મધ્ય વિભાગમાં મહાધ્ય સિંહાસને ગોઠવેલાં હતાં. વિશાળકાય મંડપમાં તરફ ચતુરંગ સૈન્ય બેઠું હતું.
ઉપરની બેઠકમાં મહામહ મહિપતિના પરાક્રમી નેતા પુત્ર રાગકેશરી અને વીરવિક્રમી દ્વેષગજેન્દ્ર બિરાજ્યા હતા. વચ્ચેના મહામૂલ્યવાન મહાસિંહાસન ઉપર મહાપ્રતિભા સંપન્ન શ્રી મહામહ શેભી રહ્યા હતા.
મામા ભાણેજ પવનવેગે મહાટવીમાં આવી ગયા અને આ મહામંડપ વિગેરે નિહાળી વિશે કહ્યું.
ભાણું ! સામે જે, આપણે અહીં બેઠા બેઠા મહામહની સંપૂર્ણ સભા જોઈ શકીએ છીએ, એટલે સભામંડપમાં પ્રવેશ કરે ઉચિત નથી.
આપણે સભામંડપમાં પ્રવેશ કરીએ તે મહામહ કે અન્ય રાજકીય વર્ગને આપણા ઉપર ગુપ્તચર વિગેરેની શંકા થાય અને કોઈ મુશ્કેલી ઉભી થાય, એના કરતા અહીંથી સભાની બધી કાર્યવાહીનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ તે કેમ?
ઉપર એક કરતા
એ.