________________
૧૮૨
ઉપમિતિ કથા સારે દ્વારે
અગ્રહીતસંકેતા–બહુ સારું, એમ કરીશ. પણ હાલમાં તે કથા આગળ ચલાવે.
શ્રી વિચક્ષણાચાર્ય જે કથા કહી રહ્યા હતા તે કથાના અનુસંધાનમાં સંસારીજીવે આગળ જણાવવાનું ચાલું કર્યું.
વિમર્શ–ભદ્ર શક! આપને અહીં આવવાનું કારણ શું બન્યું?
શોક–યુદ્ધમાં જતા અમારા મહારાજા શ્રેષગજેન્ટે આ નગરના સંરક્ષણ માટે “મતિમહ” મંત્રીને અહીં મોકલ્યા હતા અને એ “મતિમહ” મંત્રી મારા માનવતા મિત્ર થાય છે. મહારાજાના સૈન્યને મહાટવીમાં મૂકી મારા મિત્રને મળવા માટે અહીં આવ્યો છું.
વિમર્શ–આર્ય! ધન્યવાદ. આ૫ આનંદ પૂર્વક નગરમાં જઈ શકે છે.
વિમર્શ સાથે વાતચીત પૂર્ણ થયા પછી શેકે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ બુદ્ધિદેવીના બુદ્ધિધન પુત્ર પ્રકર્ષને વિમશે કહ્યું, વત્સ ! મહાસૈન્ય જે મહાટવિમાં પડાવ નાખે છે ત્યાં જઈએ. રાગકેશરીને અને તેમના મંત્રીમંડળ વિગેરેને જોઈએ.
પ્રકર્ષ–“જેવી આપની મરજી.”
મામા ભાણેજ જલ્દી મહાટવી ભણી ઉપડ્યા અને પવનવેગે ત્યાં પહોંચી ગયા.