________________
વિશ્વની સફરે
૧૦
અગૃહીતસંકેતા–હા, તે ઠીક યાદ કરાવ્યું છે ! પ્રજ્ઞાવિશાલાએ સંસારીજીવને પૂછયું, હે સુંદર! જે વખતે શ્રી વિચક્ષણાચાર્યજી નરવાહન રાજાની સમક્ષ વિમર્શ પ્રકર્ષની વાત સંભળાવતા હતા અને તું પણ સભામાં બેસી એ વાત સાંભળતું હતું, તે તને એમાંથી કાંઈ ખ્યાલ આવ્યો કે નહિ!
સંસારીજીવ–બહેન ! એ વખતે હું તેના રહસ્યને જરાય સમજતો ન હતો. અનર્થોની પરંપરામાં માત્ર મારૂં અજ્ઞાન જ કામ કરતું હતું. મારા મનમાં એ વખતે એટલું હતું કે આ સાધુ મારા પિતાને કેઈ સરસ વાત સંભળાવી રહ્યા છે. તે અગૃહીતસંકેતા ! હું એ કથાના પરમાર્થને જરાય સમજતું ન હતું.
અગૃહીતસંકેતા–આ જે વાર્તા ચાલી રહી છે, એમાં કાંઈ ઉંડું તત્ત્વજ્ઞાન રહેલું છે? એ કથાને પરમાર્થ જુદે છે?
સંસારીજીવ–મારા ચરિત્રમાં ગૂઢાર્થ વિનાને કેઈ શબ્દ નથી. ઘણે જ ભાવાર્થ રહે છે. માત્ર મનોરંજનની કથા છે એમ આપે ન સમજવું. મારી કથામાં ઘણા રહસ્યો સમાએલાં છે અને એ સમજવા જેવા છે. કથા છે, એમ માની સંતોષ ન માનશે.
તમને જે ભાવાર્થ ન સમજાય તે એ વિષયમાં તમારે ચતુર પ્રજ્ઞાવિશાલાને પૂછી સમાધાન મેળવી લેવું. એ સંજ્ઞા છે અને દરેક પદાર્થના પરમાર્થને સમજી શકે છે. તેમજ બીજાને પણ સરસ રીતે સમજાવી શકે છે.'