________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
-
પ્રક— ભલે ! મામા એમ કરો” પરન્તુ આ વિશાળ જંગલ, આ વિશાળ નદી, નદીના ઉંચા રેતાળ વિભાગ, વિશાળકાય મ’ડપ, વેદિકા, મહાજ્ય સિંહાસન, એના ઉપર બિરાજતા મહારાજાએ, મડપના સદસ્યા, આ બધી બાબતે મારા માટે નવીન છે.
૧૦૪
આમાંનું મે' કશું જોયું નથી. આ બધાના નામેા શું છે? આ બધાના ગુણા કયા કયા છે? એ જાણવા મન થઈ રહ્યું છે. મામાજી ! આપ વિગતવાર જણાવે। અને હું શાંતિપૂર્વક સાંભળુ
વિમ—વત્સ ! તેં ઘણી સરસ વાત પૂછી, પરન્તુ તે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા. તારા પ્રશ્નો વિચારણાને માગે તેવા છે, એટલે હું પૂર્ણ વિચાર કરીને તને ઉત્તર આપું.
પ્રક—ભલે, આપ વિચારીને ઉત્તર આપે.
વિશે પેાતાની સૂક્ષ્મ દૃષ્ટિ ચારેબાજુ ફૂંકી. મહાટવીનું અવલેાકન કર્યું, મહાનદીને ખરાખર જોઇ લીધી. વિશાળ મ`ડપ, વેદિકા, મહાસિંહાસન વિગેરેનું સ્વરૂપ જાણી લીધું. મહામેાહુ અને અન્ય સદસ્યાના સારી રીતે વિચાર કરી લીધે. ત્યાં રહેલા તમામ પદાર્થોના ખારીકાઈથી અભ્યાસ કરી જોયા અને નિશ્ચયાત્મક તેમજ દૃઢતમ કરવા ધ્યાન લગાવ્યું. અલ્પ સમય બાદ માથું' ધૂણાવ્યું અને મુખ ઉપર સ્મિત મરકવા લાગ્યું.
મામાને હસતાં જોઈ પ્રકર્ષ પૂછ્યું, મામા ! આમ કેમ હસે છે ?