________________
૧૦૮
ઉપમિતિ કથા સારિદ્વાર
માનવી ભૂલથી આ મંડપમાં પ્રવેશ કરીલે તે એની મતિમાં અવશ્ય ભ્રમ થાય જ. ચિત્ત ભ્રમિત થયા પછી સંતાપ અને કલેશ આવી પડે. ઉન્માદીપણું કે ગાંડલો બની જાય. એણે જે કાંઈ યમ, નિયમ, વ્રત વિગેરે ગ્રહણ કર્યા હોય તે બધાથી ભ્રષ્ટ બની જાય. સારાસારને વિવેક કેઈને રહેવા પામતે નથી. તૃણવેદિકા :
વત્સચિત્તવિક્ષેપ મંડપની મધ્યમાં વેદિકા-બેઠક છે, તેનું નામ “તૃષ્ણ” રાખવામાં આવ્યું છે. મહારાજા મહામેહને તૃષ્ણવેદિકા અત્યંત પ્રિય છે. પ્રિય હોવાના કારણે જ મહામોહ રાજા પિતાના કુટુંબીજને સાથે તૃષ્ણવેદિકા ઉપર બેઠે છે. બીજા એમના સામંત રાજાએ મંડપમાં છૂટા છવાયા ઠેર ઠેર બેઠેલા દેખાય છે.
આ વેદિકા મહિપતિ શ્રી મહામહ અને એના કુટુંબી રાગકેશરી દ્વેષગજેન્દ્ર વિગેરે સૌને અતિપ્રિય છે અને એના ઉપર બેસી મલકાયા કરે છે. પરંતુ બહિરંગ પ્રદેશના પ્રાણીઓને તે એ વેદિકા દુઃખનું જ કારણ બને છે. તૃષ્ણાવેદિકા ઉપર બેઠે એટલે એને પરવશ બની દુઃખ, દુઃખ અને દુઃખ જ ભેગવવાનું. વિપર્યાસ સિંહાસન : - ભદ્ર! તૃષ્ણવેદિકા ઉપર મેટું સિંહાસન દેખાય છે, એનું નામ “વિપર્યા છે. એ સિંહાસન ઉપર આરૂઢ થએલો મહામેહ મહિપતિ શત્રુઓની નજરમાં શીઘ્રતાથી આવી શકતું નથી. આ સિંહાસન મહાપ્રભાવશાલી છે. એ