________________
૧૧૦
ઉપમિતિ કથા સદ્ધાર
ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, ઉપેન્દ્ર, નરેન્દ્ર વિગેરે મહાપરાક્રમી વ્યક્તિઓ પણ મહામેહની આજ્ઞા મસ્તકે સહર્ષ ઉપાડે છે. મહામહ પિતાની સત્તાથી વિશ્વને સત્તાતળે દાબી રાખે છે. સૌ નેકરની જેમ વર્તે છે.
પ્રકર્ષ! મેં મહામહ વિગેરેનું વર્ણન કર્યું. હવે એને મહામંત્રી, સેનાપતિ, એને પરિવાર અને એના સદસ્યો વિગેરેનું વર્ણન કરું છું. તું ધ્યાનપૂર્વક સાંભળજે.
અરે ! હું જે કહું છું તે તું સાંભળે છે કે નહિ? કારણ કે તું મોટા વિચારમાં પડી ગયે દેખાય છે. તું કાંઈ સાંભળે છે કે નહિ? તું કાંઈ પૂછતું નથી અને હુંકાર પણ આપને નથી. માત્ર ટગર ટગર મારું મુખ જોયા કરે છે.
વત્સ ! જે વાત હું કરું છું તે તારી સમજમાં આવે છે કે નહિ?
પ્રકર્ષ-મામા! આપના પ્રભાવથી બધું બરાબર સમજાય છે.
વિમર્શ–તે તું સાંભળ. હું શા માટે હસ્ય હતું, એ તારા ખ્યાલમાં આવી ગયું? મારા હસવાથી તારે ગુસ્સે ન થવું. સ્નેહના કારણે હાસ્ય આવે એ દેશનું કારણ ગણાતું નથી.
ભલા ભાણ ! ચાલુ વાત સાંભળવા માત્રથી તારે સંતોષ ન માન. આ વાત માત્ર મનને બહેલાવવા પૂરતી નથી પણ પરમાર્થભરપૂર છે. એના રહસ્યોને સમજવા પ્રયત્ન કરજે. દુઃખ મળે છે છતાં સુખનું સાધન મનાય છે. શરીર જડ છે છતાં ચૈતન્ય જેવું વર્તન થાય છે. આ મોહના પ્રતાપે છે.