________________
ઉપમિતિ કથા સહાર
લોના માનવંતા, પિતાના પ્રખર પ્રતાપથી પ્રત્યેક દુખેને દૂર કરનારા મહાદેવી શ્રી અવિવેકતાને પણ નથી ઓળખતા ? ગામડીયા ગમાર જે શું પ્રશ્ન પૂછે છે ?
વિમશ-ભાઈ! આપ અમારા ઉપર કોપાયમાન ન બને. જગતમાં બધા માનવીએ બધી વાત જાણે એવું હતું નથી. અમે દૂર દેશના વતનીએ છીએ. અજાણ્યા મુસાફરો છીએ. આ નગરનું નામ પણ આજે જાણ્યું છે અને નગર પણ આજે જોઈશું હા ! તમારા મહારાજાનું નામ સાંભળ્યું હતું પણ એ વાતને ઘણે લાંબે સમય વીતિ ગયે હતું, એટલે સ્મૃતિપથથી બહાર થઈ ગએલ. તમારા કહેવાથી પુનઃ વાત યાદ આવી. અસ્તુ.. ' હે ભદ્ર! મહારાજશ્રીના દર્શન કરવાની અમારી ઘણી ઉત્કંઠા છે, તે મહારાજાશ્રી અત્રે બિરાજમાન છે કે કયાંય બહાર ગએલા છે?
શક–આ તમે શુ પૂછે છે? મહારાજા ક્યાં ગયા છે, એ વાત સુપ્રસિદ્ધ બની ચૂકી છે. સહૃદયી, સાવધાન અને બુદ્ધિમાન સૌ જાણે છે. છતાં તમે નથી જાણતા એ ભારે આશ્ચય.
સાંભળો, મહામહિમ શ્રી મહાહ મહારાજા, શ્રી રાગકેશરી મહારાજા અને અમારા મહારાજા શ્રી ષગજેન્દ્ર એ ત્રણે મહાસભ્યને લઈને મહાવિરોધી અને મહાઘાતકી સંતેષને પરાસ્ત કરવાને સુદઢ નિશ્ચય કરીને પિતાની રાજધાનિઓથી ગયા છે અને એ વાત ઉપર આજે વર્ષોના વહાણું વતિ ગયા છે.