________________
પ૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
કદલિકા દાસીને એની માવજતમાં મૂકી હું તને મનાવવા આવી છું. તું શાન્ત થા.
તારા આવેશથી એ મરણતેલ દશાને અનુભવે છે. તારી પ્રસન્નતા એ એને માટે સંજીવિની છે. એ સરલ આશય છે. પ્રણયથી કે પ્રમાદથી તારા પ્રત્યે અપરાધ થયે હેય તે પણ તારે ક્ષમા આપવી જોઈએ. એના નજીવા અપરાધને યાદ કરીને તેવું વર્તન ન દાખવવું જોઈએ. માતાજીને પાદપ્રહાર :
માતાજીની વાત સાંભળી મારું હૃદય ગળગળું બની ગયું. મારા અકાર્ય માટે મને દુઃખ થયું. પ્રિયતમાની ઉપર ફરીને રાગ જાગ્યો. માતાજીની આજ્ઞાપાલન કરવાને ઉત્તર આપવા તયાર થતું હતું ત્યાં શૈલરાજે મારા હૃદય ઉપર સ્તબ્ધચિત્ત લેપ હળવે રહી લગાવી દીધો.
લેપની અસર અન્તઃકરણ ઉપર થઈ. પ્રિયતમાને અપરાધ નજર સમક્ષ તરવરવા લાગ્યું. તરત જ કેધમાં આવી જઈ મેં ઉદ્ધતાઈપૂર્વક જણાવી દીધું કે, મારે એ કળાવિશારદનું કામ નથી. એ પાપણનું કામ નથી.
માતાજીએ કહ્યું બેટા ! આવું ન બેલ. શાન્ત થા અને એકવાર તું એને ક્ષમા આપ. તારી પત્નીને અપરાધ નથી પણ મારે અપરાધ છે એમ હું માની લે. આ શબ્દ બોલતાં માતાજી મારા ચરણોમાં ઢળી પડ્યા.
મેં કહ્યું: “ચાલી જા, તારું પણ મારે કામ નથી. એ