________________
વિચક્ષણ અને જડ
૮૫
વિચક્ષણ–ભાઈ ! તમને એક વર્ષની સમય મર્યાદા આપવામાં આવે છે. હવે કાંઈ મુકેલી છે? વિમર્શ—આ સમય કાર્ય માટે પૂરતું છે.
સૌ વડિલ પુરૂષને નમસ્કાર કરી, સૌના આશીર્વાદ મેળવી રસનાની મૂળશોધ કરવા વિશે પ્રયાણની મંગલ તૈયારી કરી.
વિમર્શમામાને જાતા જોઈ પ્રકર્ષ ભાણ તરત ઉભે થઈને દાદા શુભેદય, દાદીમા નિજચારૂતા અને પિતા વિચક્ષણકુમારને નમસ્કાર કરે છે. અને જણાવે છે કે હે પૂજ્યપુરૂષ ! આપ પૂના વિરહમાં રહેવા હું સમર્થ નથી, છતાં વિમર્શમામા સાથે રહેવાથી એમને ઘનિષ્ઠ પરિચય અને પ્રેમ થઈ ગયેલ છે. એ મને ઘણું વહાલા લાગે છે. એટલે હું મામા વિના રહી નહિ શકું. કૃપા કરી આપ સૌ મને અનુજ્ઞા આપે તે હું મામાની સાથે સાથે જઉં.
વિનયથી વિનમ્ર વાણું સાંભળતા પિતા વિચક્ષણ આનંદમાં આવી ગયા. હૃદયમાં વહાલ ઉભરાઈ ગયું. અને કહ્યુ બેટા! “ઘણું સારું, ઘણું સારું” અને પિતાની ગેદમાં પ્રેમાળ પુત્રને બેસાડી ભેટી પડ્યા. પિતાના હાથેથી એનું મુખચંદ્ર ઊંચુ કરી ગાલે ચુંબન કર્યું.
વિચક્ષણકુમારે તાતપાદ શ્રી શુદય પ્રતિ જોઈ કહ્યું: પિતાજી! આ પનોતા પુત્રને વિનય-ગુણ જેને?
બેટા ! એમાં આશ્ચર્ય જેવું શું છે? તારા જે ગુણયલ પ્રેમાળ પિતા હોય અને બુદ્ધિદેવી જેવી શીલવતી નેહાળ