________________
ઉપમિતિ કથા સારદ્વાર
સાથે યુદ્ધમાં પધાર્યા તે આ૫નું અત્ર રહેવાનું શાથી બન્યું?
| મિથ્યાભિમાન–ભદ્ર! યુદ્ધ માટે હું પણ મહારાજાની સાથે ગયે હતે. હું સૌથી વડો અધિકારી પુરૂષ ગણાતું હતું એટલે મહારાજાએ મને આ નગરીમાં જવાની આજ્ઞા કરી અને સાથે જણાવ્યુંઃ મિથ્યાભિમાન ! આ નગર તમે છેડશે નહિ. અમારી ગેરહાજરીમાં તે અહીં જ રહેવાનું રાખ એજ ઉત્તમ છે.
કારણ કે અમારી ગેરહાજરીમાં તે જ આ નગરનું સંરક્ષણ કરવા સમર્થ છે. અમારી ગેરહાજરીમાં પણ તારા રહેવાથી આ નગરની શોભા અને સમૃદ્ધિ ઘટવાની નથી. કેઈ જાતને ઉપદ્રવ આવશે નહિ. તું અહી રહ્યો એટલે અમે પણ આ નગરમાં છીએ એમ તારે સમજી લેવાનું. આટલા માટે જ અમારી ઈચ્છા છે કે તું અહીં જ રહે.
મેં કહ્યું “મહારાજાધિરાજ શ્રી રાગકેશરી મહારાજાની જેવી આજ્ઞા.” હું અહીં શા માટે આવ્યો એ વાત મારા કહેવાથી તમારા ખ્યાલમાં આવી ગઈ હશે.
વિમર્શ—અરે મિથ્યાભિમાન ! મહારાજાને ગયાને ઘણે વખત થયો છે, તે એમના ક્ષેમકુશળના કાંઈ શુભ સમાચાર છે કે નહિ?
મિથ્યાભિમાન–હા, હા. વિજયમંગળના સમાચાર આવ્યા છે. મહારાજા રાગકેશરીએ બધો પ્રદેશ પોતાના હસ્તક કરી લીધે છે. વિજયડંકો વગાડવાની અને વિજયધ્વજ ફરકાવવાની