________________
પ્રકરણ ચેાથું
વિશ્વની સફરે
શરદ્રઋતુનુ વર્ણન :
માનસરાવરમાં મેાજ કરતાં હું સપક્ષીઓની પાંખ જેવી ધવલ અને સ્વચ્છ દિશાએ બની ચૂકી હતી. હંસ, ચક્રવાક અને સારસ યુગલેા હર્ષ વ્યક્ત કરતા કલરવા કરી રહ્યાં હતાં.
નદીના નીર નિર્મળ બની ચૂકયા હતા. વના, ઉપખંડા, ઉદ્યાના શરદના પુષ્પાથી આગંતુકાનુ સ્વાગત કરતા હતા. માર્ગો પણ યાતાયાત માટે અનુકૂળ થઇ ચૂકયા હતા.
શરદઋતુની શાભા ચદ્રવદના વનિતાના સ્વચ્છ, પુષ્ટ અને માદક ગુણેાને વરી હતી. એણે કુમકુમ પગલા આ વિશ્વ ઉપર મૂકયાં હતાં.
પાકેલી ડાંગરની ડાખડીને પેાતાની વક્ર અને રક્ત ચાંચમાં ભરાવી પેપટ પ`ક્તિએ ગગનમાં મસ્ત રીતે ઉડી રહી હતી. વર્ષાઋતુએ વિરામ લીધા હતા છતાં કોઈક વાર ઇન્દ્રધનુષ્ય શાભાને વેરી જતુ હતુ.
પૂર્વાકાશમાં અગત્સ્યઋષિના તારા ઉદય પામ્યા હતા. એના કારણે જળાશયેાના જળ નીરજ બન્યા હતા. મુનિએના ઉદ્ભય થાય અને માનવીના મન નિર્મળ ન મને એ કૈમ સભવે ?