________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
માતા હોય પછી ખામી રહે? ગુણ પુરૂષનું સંતાન પણ ગુણીયલ જ હોય.
વત્સ! તને ધન્યવાદ છે. નિર્મળહૃદય અને શીલગુણા પત્ની મળી, વળી કુલભૂષણ વિનયી પુત્ર મળે તેથી તું ભાગ્યવાન છે. તારું કુટુંબ ઘણું જ સુગ્ય છે.
રસનાને અને તારે સંબંધ અમને બહુ ખટકતે હતે. અમારા દીલમાં એક ભીતી ઉભી થઈ હતી. રખેને રસના મળવાથી શરમાળ બુદ્ધિદેવીને દુઃખ ઉભુ થાય. કારણ કે રસના તે શકય પત્ની કહેવાયને ? વળી આ વિનયી કુમળા પુત્ર પ્રકર્ષના ઘાતનું નિમિત્ત ન બને.
પરન્તુ હવે મારે આ વિષયમાં તને કાંઈ કહેવાનું રહેતું નથી. તમે બધા જ શાણું અને સમજુ છે. મામાની સાથે પ્રકર્ષને જવાની ઈચ્છા હોય તે ભલે જાય. પ્રકષનું જવું લાભકારક જ છે. એના જ્ઞાન અને અનુભવ વધશે.
પૂજ્ય તાતપાદની આજ્ઞા મારે પ્રમાણ છે.” એમ પિતાજીને ઉત્તર આપ્યું.
વિમર્શ અને પ્રકર્ષે સૌ વડિલેને નમસ્કાર કર્યા અને મંગળ આશીર્વાદ લઈ પ્રયાણ આદર્યું.