________________
ઉપમિતિ કથા સારિદ્વાર
એમ સહઅગત્સ્યના ઉદિત થવાથી પાણી પવિત્ર બન્યાં હતાં.
આકાશમાંથી વાદળોએ વિદાય લીધેલી એટલે એ સ્વચ્છ સ્ફટિક જેવું બન્યું હતું. ગુરુ-શુક્ર વિગેરે તારલાઓ ઝગમગ ઝગમગ પ્રકાશ પાથરી રજનીની રમણીયતાને વધારે કરી રહ્યાં હતાં.
હંસ, મેના, મોર સમુહના કિલ્લોલથી સરેવરીયા સેહામણું બની ગયાં હતાં.
પ્રિયતમા પોતાના પ્રિયતમને હાવભાવ, મધુર વેણલાં અને વિનયથી પ્રસન્ન કરે છે, એમ દશેરા, ધનતેરસ, દીપાવલિકા, સુત્રામા, કૌમુદી વિગેરે ઉત્સવ સમુહ દ્વારા ઋતુદેવી શરદ સૌ માનવીઓના હૃદય અને નયનેને પ્રસન્ન કરી દેતાં હતાં.
વિમર્શ અને પ્રકષ આ સેહામણી શરદમાં સુંદર સરે. વરને જોઈ આનંદ કરતા જાય છે. એક-એકથી ચડીયાતા નગરને નિહાળી ખુશ થતા જાય છે. વન, ઉપવન, આરામ અને ઉદ્યાને માં ફરી રાજી બનતા જાય છે. જુદા જુદા પ્રદેશમાં ઉત્સવની મજા લૂંટતા જાય છે.
આ પ્રમાણે મામા-ભાણેજ રસનાની શેધ માટે ઘણુ ફર્યા. અનેક યુક્તિ-પ્રયુક્તિ અજમાવી. સેંકડે અનુમાન અને તર્કો કરી જોયા છતાં રસનાની કાંઈ પણ માહિતી મળી નહિ.
જ અગત્ય નામને તારો છે. અને જૈનેતરમાં અગત્સ્યઋષિ થયા છે. એ ઋષિના નામ સાથે સંબંધિત હોવાથી આ ઘટના કતપી છે.