________________
ઉપમિતિ કથા સદ્ધાર
હદયમાં આનંદની લહરીઓ ઉઠવા લાગી. એમના મનમાં વિચાર આવ્યા.
ગુણગણમંડિત પરમપાવન પૂજ્યવર આ મુનિવરનું શું અદભુત રૂપ છે? કેવી એમના શરીરમાંથી શાંત કાંતિ ઝરી રહી છે? અહે ! ખીલખીલ વહેતું કેવું યૌવન દેખાય છે? અદ્દભૂત રૂપ, અપૂર્વ કાંતિ અને મઘમઘતું યૌવન હોવા છતાં આ પુણ્યપુરૂષે શા માટે દીક્ષા ગ્રહણ કરી હશે? શું એમના વિરાગ્યનું કારણ હશે? મુનિવરશ્રીના ચરણે જઈ હું એમને જ પ્રશ્ન કરી સમાધાન મેળવું.
શ્રી નરવાહન ભૂપતિ સૂરીશ્વર શ્રી વિચક્ષણાચાર્ય પાસે ગયા. ઉલ્લસિત હૃદયે વિનયપૂર્વક વંદના કરી. આચાર્યશ્રીએ કલ્યાણકારી “ધર્મલાભ” આશીર્વાદ આપ્યો. રાજા પરિવાર સાથે ઉચિત રીતે આચાર્યશ્રીજીના સમીપમાં બેઠા.
નગરના અન્ય માનવે પણ ત્યાં આવી પહોંચ્યા. ગુરુદેવને વંદના કરી પ્રસન્નચિત્તે સૌ પિતાપિતાને ઉચિત સ્થાન જઈ બેસી ગયા. ભાગ્યયોગે હું પણ ત્યાં કૌતુકદષ્ટિથી પહોંચી ગયે. શિલરાજની અસર મારા ઉપર હજુ ઘણું હતી, એટલે મેં આચાર્યશ્રીને કે અન્ય મુનિવરોને વંદના પણ ના કરી. બે હાથ પણ ન જોડયા. ઉદ્ધત રીતે સભામાં બેસી ગયે. - આચાર્યભગવતે દેશના પ્રારંભ કર્યો. એમને અવાજ ઘનશ્યામ વાદળની ગર્જના જે ગંભીર અને ચાંદીની ઘંટડી જે મધુર હતું. એમની ધર્મદેશના અમૃતથી અધિક મધુરી શ્રોતાગણને જણાતી હતી.