________________
વિચક્ષણ અને જડ
c
પડતું ન હતું. આ ગુફામાં શું હશે ? આવી વિશાળ અને ઉંડી ગુફામાં કેણ રહેતું હશે? એ વિચાર કરી રહ્યા હતા અને આશ્ચર્યથી ગુફાની ચારે તરફ જઈ રહ્યા હતા.
એટલામાં એક લાલસુખેર કેમલાંગી વનિતા બહાર આવી. એની સાથે એક પરિચાયિકા પણ હતી.
લાલસુરંગી લલનાને જોતાં જ જડકુમાર એણના ઉપર મોહિત થઈ પડ્યો. વિચાર કરવા લાગ્યો કે શું મજાનું રૂપ ? કે ગેળમટોળ ચહેરા? કેવી મજેની ચાલ? એના સૌભાગ્યની તે વાત શી કરવી? શું આ સ્વર્ગથી ભ્રષ્ટ થએલી અપ્સરા હશે ? પાતાળલોકની નાગકન્યા તે નહિ હોય ને ? વિતાક્યમાં વસતી વિદ્યાધરી હશે? નરલેકની નારી આવી નયનહરા ન હોઈ શકે.
એહ! હવે ખ્યાલ આવી ગયે. વિધાતાએ મારા ખાતર ખાસ પરિશ્રમ ઉઠાવી આનું અલૌકિક સર્જન કર્યું છે. આ કન્યાના હાવભાવ પણ મારા ઉપરની પ્રીતિ દેખાડી રહ્યા છે. માટે આ સ્નેહાળ સુકન્યાને સ્વીકાર કરે જોઈએ.
વિચક્ષણકુમારે પણ આ રક્તવર્ણ નારીને જોઈ, પરંતુ એ અધ્યાત્મ તરફ વળેલે વ્યક્તિ હતા. એણે વિચાર્યું કે આ પરાઈ નારી છે. મારે એના મુખ તરફ જેવું ઉચિત ન ગણાય. સન્માર્ગના રસ્તે સંચરેલા પુરૂષોને વ્રત હોય છે કે
પરનારી જોઈ નયને નીચા ઢાળી દેવા ” અને “સહસકિરણ સૂર્યના બિંબને જોતાં જ નયને નમી જાય છે તેમ