________________
વિચક્ષણ અને જડ
માત-તાતની જડકુમારને સલાહ:
રસનાદેવીમાં મસ્ત બનેલા જકુમારે અવસર જોઈ પિતાના માત-તાત પાસે પોતાને રસનાદેવી કઈ રીતે પ્રાપ્ત થયાં એ વાત વિગત પૂર્વક જણાવી.
માતા સ્વયેગ્યતા અને પિતા અશુભેદય જડની વાત સાંભળતાં જ ખુબ ખુશ બની ગયા. અરે બેટા ! તું ઘણું જ ભાગ્યશાળી છે. તને ઘણીજ સુંદર વનિતા પ્રાપ્ત થઈ છે. તારા જેવા જ ઉત્તમ ગુણે એનામાં છે. પ્રેમાળ પત્નીનું પાલન પષણ પ્રયત્ન પૂર્વક કરજે.
માત પિતાનું સમર્થન મળવાથી જડબુદ્ધિ જડકુમાર વિશેષ પ્રયત્ન અને ઉત્સાહ પૂર્વક રસનાદેવીની સંભાળ કરવા લાગ્યો. એના હૃદયમાં અને પ્રવૃત્તિમાં એક વાત વસી ગઈ કે રસનાદેવીનું પાલન અને પોષણ એજ એનું પરમ કર્તવ્ય છે. વિચક્ષણની રજુઆત:
વિચક્ષણ કુમાર, માતા નિજચાતા, પિતા શુભેદય, પત્ની બુદ્ધિદેવી, પુત્ર પ્રકર્ષ અને શાણે વિમશ વિગેરે સો આનંદથી વાત કરવા બેઠાં છે. અવનવી સૌ વાતે સંભળાવે છે.
એ વખતે વિચક્ષણકુમારે રસનાદેવીની પ્રાપ્તિને પ્રસંગ જણાવ્યો. રસનાદેવી અને લલતા માટે પિતાને શો અભિપ્રાય છે, એ પણ જણાવ્યું અને પિતાજીને એ વિષયમાં હિતશિક્ષા આપવા જણાવ્યું.