________________
ઉપમિતિ કથા સદ્ધાર
સજજનના નયને પણ પરાઈ નારને નિહાળતા નીચા નમી જાય છે.”
મહાપુરૂષને છાજે તે વિચાર કરી વિચક્ષણ ત્યાંથી આગળ વધવા ઈચ્છા કરે છે અને જકુમાર ત્યાંથી એક ડગ આગળ જવા ઈચ્છતું નથી. પરંતુ વિચક્ષણ હાથ પકડી આગળ લઈ જવા પ્રયત્ન કરે છે ત્યાં “ હે નાથ! મારી રક્ષા કરો, મારી રક્ષા કરે” આવા પોકાર કરતી રક્તવર્ણ નારીની દાસી દેડતી અમારી પાછળ આવી.
જડકુમારે પાછળ વળી જોયું અને દાસીને કહ્યું: તું ભયભીત ન બન. તારે ડર રાખવાનું કેઈ કારણ નથી. તું શાંત અને નિર્ભય થા. તને શે ભય છે એ જણાવ. હું દૂર કરી દઈશ.
દાસીએ નયન ઘૂમાવતા મધુરતાપૂર્વક કહ્યું આપ બન્ને કુમારે મારાં સ્વામિનીને તરછોડીને ચાલ્યા જવા લાગ્યા એટલે એ મૂચ્છિત થઈ ઢળી પડ્યાં છે. નાથવિરહિણું. તે છેલ્લા શ્વાસે શ્વાસ લઈ રહી છે. તેથી મારી આપને નમ્ર વિનંતિ છે કે આપ મારા સ્વામિનીની પાસે પધારે. આપના પધારવાથી મારા સ્વામિની જરૂર સ્વસ્થતા પ્રાપ્ત કરશે.
મારા સ્નેહિઓ ! આપના આગમનથી મારા સ્વામિની સ્વસ્થ બનશે એટલે હું આપને અમારી જીવનકથા સુંદર રીતે સમજાવી શકીશ.
જડે વિચક્ષણકુમારને કહ્યુંઃ ભાઈ ! ચાલોને ત્યાં? ભલેને આપણે ત્યાં જવાથી આના સ્વામિનીને શાંતિ થાય. એના