________________
ઉપમિતિ કથા સદ્ધાર
બીજની શશીકળાની જેમ બુદ્ધિનંદન પ્રકર્ષ વધવા લાગ્યો. પિતા શ્રી વિચક્ષણના ગુણે એના વારસામાં આવ્યા. પિતાપુત્રની જોડી ગુણમાં અદ્વિતીય જોડી બની ગઈ. વિમશને પ્રક8 ઘણે વહાલો થઈ પડ્યો. મામા-ભાણેજમાં પણ અદ્વિતીય નેહ થઈ ગયે. વદનકેટર બગીચામાં :
વિચક્ષણકુમાર અને જડકુમાર એક વખતે પિતાના વદનકટર” નામના બગીચામાં ફરવા ગયા.
બગીચામાં સુસ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો દ્વારા અને મધુર, શીતળ પેય પદાર્થો દ્વારા આનંદ-પ્રમોદ કરતાં કેટલાક સમય ત્યાં પસાર કરી નાખે.
ખાઈ-પી પ્રસન્ન થએલા બગીચાને જેવા આગળ વધ્યા, ત્યાં મેગરાના પુષ્પ જેવા ધવલ “દશન ” નામના વૃક્ષને જેયા. તે વૃક્ષે બે શ્રેણીમાં મનહર રીતે ગોઠવાએલા હતા. કદમાં કળી જેવા જણાતાં હતા.
બને જણું દશનવૃક્ષોની પંક્તિ વચ્ચે થઈ આગળ વધતાં હતાં, એમાં એમને એક ગુફા દેખાણું. ગુફાને આદિભાગ દેખાતે હતે પણ ઉંડાણ પછીને બીજો ભાગ નજરે પણ
* વદનકેટર–વદન એટલે મુખ. કેટર એટલે ગુફા. આપણું મુખને જ વદનકેટર રૂપક સમજવું.
* દશન–દાંત. દાંત ઉપર-નીચે એમ બે શ્રેણીમાં છે. સફેદ છે. દાંતને વૃક્ષોની ઉપમા આપી છે.