________________
વિચક્ષણ અને જડ
સુંદર વૈભવશીલ ઉત્સવ કરીને વિચક્ષણ બુદ્ધિ સાથે લગ્નગ્રંથીથી જોડાયો. સમાન ગુણશીલવાળા હોવાથી આ દંપતી અલ્પ સમયમાં અતિનેહાળ પરસ્પર બની ગયા. સરોવરના સોહામણા કાંઠડે રમતા સારસયુગલ જેવું પ્રેમાળ આ જેડલું બની ગયું. વિમનું આગમન અને પ્રકષને જન્મ :
શ્રી મલક્ષય મહારાજાએ પોતાની પુત્રી બુદ્ધિના ખબરસાર પૂછવા પિતાના પુત્ર વિમર્શને એક દિવસે “નિર્મળચિત્ત” નગરે મોકલ્યો.
વિમશને બહેન પ્રતિ મમતા ઘણુ હતી એટલે જલદી શ્રી મલસંચય રાજાને ત્યાં આવી પહોંચ્યો. બહેનની સુખની વાતે સાંભળી ખુશી થયે.
વિમશને પિતાની બહેન બુદ્ધિ ઉપર વહાલ ઘણું હતું. બુદ્ધિને પણ માડીજાયા ભાઈ ઉપર સ્નેહ ઘણે હતે. વળી બનેવી શ્રી વિચક્ષણકુમાર તરફથી માન-સન્માન ઘણું જળવાતું હતું, એટલે વિમેશ પોતાના બનેવીના ત્યાં જ રહી ગયો.
ચકવાક યુગલની જેમ બુદ્ધિ-વિચક્ષણના દિવસે પસાર થાય છે. સૂર્ય કયાં ઉગે છે અને ક્યાં અસ્ત થાય છે એ પણ સુખી યુગલને ખ્યાલ આવતું નથી. એ રીતે દાંપત્ય જીવનમાં બુદ્ધિને ગર્ભ રહ્યો.
રતનખાણ રતન પ્રગટ કરે એમ બુદ્ધિએ ગર્ભકાળા સંપૂર્ણ થયે ત્યારે પુત્રરત્નને જન્મ આપે. એ લાડિલા નંદુનું નામ પ્રકર્ષ રાખવામાં આવ્યું.