________________
૨સના કથાનક
~ ~ ~~ ~ એ દેશના સંસારસાગરને પાર કરવા નૌકાની ગરજ સારતી હતી. એ સાંભળી લઘુકમી આત્માઓના મેહના ઝેર ઓછા થઈ ગયા. કેઈએ સર્વવિરતિ ધર્મને સ્વીકાર કર્યો, કેઈએ દેશવિરતિને. ઘણા આત્માઓ સમ્યકત્વ પામ્યા અને ઘણાં માર્ગાનુસારી પણ બન્યા.
અવસર જોઈ નરવાહન રાજાએ તપોધન આચાર્યશ્રીને બે હાથ જોડી અંજલિબદ્ધ પ્રણામ કરી વિનયપૂર્વક મનમાં વિચાર કરી રાખેલો પ્રશ્ન કર્યો.
આચાર્યભગવતે જણાવ્યું હે રાજન ! સંતપુરુષોએ આત્મપ્રશંસા અને પરનિંદાના દુગુણથી દૂર રહેવું જોઈએ. અને પિતાની પૂર્વ અવસ્થાનું જીવન પણ કેઈને ન જણાવવું જોઈએ.
તેમ છતાં એ વિષયમાં તમારે આગ્રહ છે અને સાંભળતા તમેને એ ગુણકારી બનશે એટલે હું કહું તે એકાગ્ર મનથી સાંભળવા તત્પર રહેશે. વિચક્ષણાચાર્યને પૂર્વ ઇતિહાસ : - વિરાટ વિશ્વમાં “ ભૂતલ” નામનું નગર છે. એમાં પ્રતિદિન અનેક અવનવા બનાવો બન્યા કરે છે. ત્રણે લોકમાં પ્રસિદ્ધિને વરી ચૂકેલું છે. અનાદિકાળથી એ નગર છે. એની સ્થાપના કયારે થઈ એ કઈ જાણી શકતું નથી અને અન્ત કેઈ દિવસ થશે નહિ.
વિશ્વવિખ્યાત “ મલસંચય” રાજા રાજ્ય ચલાવે છે. તત્પક્તિ” એમના રાણુ હતા. એ પણ વિખ્યાત વ્યક્તિમાં ગણાતા. એમને એક ગુણીયલ અને યશસ્વી “શુભેાદય”