________________
પર
ઉપમિતિ સ્થા સારદ્વાર
હૃદયના તાપથી એનું હૃદય ધગધગતું હતું. મુખની કાંતિ અદશ્ય બની ગઈ હતી. તે અહીંથી આવીને મારા પગમાં મૂકી પડી.
મેં પૂછ્યું: વત્સ! આ શું?
એણીએ ઉત્તર આપે માતાજી ! આજે મને દાહજવર થયે છે, બીજું કાંઈ નથી. એની પીડાથી પીડાઈ રહી છું. આપની કૃપાથી સારું છે.
શુદ્ધ અને શીતળ પવન આવતું હતું ત્યાં એના પલંગની ગોઠવણ કરી શીપચાર ચાલુ કર્યા. ગુલાબજળ-ચંદન વિગેરેના વિલેપન કર્યા. ઘનસાર અને નવસારના પ્રગ પણ કર્યા.
છતાં પણ વ્યાધના બાણથી વિંધાએલી હરણની અને ઉષ્ણુ પાષાણ ઉપર તરફડતી માછલીની જેમ એને જરાય શાત્વના મળતી ન હતી. અમારો એક ઉપાય સાર્થક ન નિવડ્યો.
મેં પૂછયું: બેટા હાલમાં તેને દાહવર કેમ થઈ આવ્યા ? એણીએ કાંઈ પણ ઉત્તર ન આપતાં માત્ર સૂકો દીર્ઘ નિસાસો મૂક.
મને થયું કે જરૂર આના મને દુઃખનું કાંઈ કારણ બન્યું હશે. એ વિના ઓચિંતે અને અકાળે દાહવર સંભવે નહિ. પરતુ લજજાળુ ગુણના લીધે આ કુલવતી કુલવધુ કાંઈ કહેતી નથી. .