________________
નરસુંદરી
છે અને એણને મનાવવા મારો પુત્ર રિપુદારણ પાછળ પાછળ જતે દેખાય છે. - અમે સહેજ દૂર ગયા એટલે માતા વિમલમાલતી અમારી પાછળ પાછળ ચાલવા લાગ્યાં અને શૂન્ય ખંડેર ઘરમાં આવી પહોંચ્યા.
શૂન્યગૃહમાં આવતાં જ નરસુંદરીને લટકતે મૃતદેહ એમણે જે. એમના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ. અરેરે ઘણું જ અઘટિત બની ગયું છે. મારા પુત્રે પણ આપઘાત કર્યો જણાય છે. જે એમ ન હોય તે નરસુંદરીને આપઘાત કરતાં કેમ ન રેકે ? જરૂર એણે પણ આપઘાત કર્યો છે?
પુત્ર અને પુત્રવધુના વિરહમાં મારે જીવીને શું કામ છે? આ નિર્માલ્ય વિચાર કરી માતા વિમલમાલતીએ પણ ગળામાં ફાંસે નાંખે. ક્ષણવારમાં એનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. શૈલરાજના સ્તબ્ધચિત્ત લેપથી નરપિશાચ એવા મેં મંગલમૂર્તિ માતાને પણ બચાવવા પ્રયત્ન ન કર્યો.
ઘેડા સમય પછી શિલરાજને “સ્તબ્ધચિત્ત” લેપ કંઈક સૂકે બન્યું. મારા પાપને સંતાપ થવા લાગ્યો. પશ્ચાત્તાપના તાપથી મારું હૃદય ભરાઈ ગયું. મને મારી માતાની મમતા અને પ્રિયતમાને પ્રેમ સાંભરી આવ્યું. મારું હૃદય બેકાબુ
* મૂળ ઉપમિતિમાં આ વાત બીજી રીતે છે. એમાં અધિકાર છે કે માતાને એવી કલ્પના થઈ કે પુત્રના નિમિતે આપઘાત કર્યો છે. અથવા પુત્રે જ ફાંસો લગાવી આપઘાત કરાવ્યો છે. પુત્રવધુ વિના મારે જીવીને શું કરવું છે ? એમ માની ફાંસો ખાધો.