________________
નરસુંદરી
૬૩
એ કિરણેના પ્રકાશમાં નગરના નાગરિકોએ અને પિતાજીએ મારી માતા વિમલમાલતીના અને નરસુંદરીના મૃતદેહને લટકતા બરાબર જોયા.
આ ભયંકર પાપકર્મથી મારા પગ ત્યાં જ એંટી ગયા હતા. હું એક પગલું ભરી આગળ ચાલવા શક્તિસંપન્ન ન હતે. મારી જીભ તાળવે ચૂંટી ગઈ અને હઠ જાણે સીવાઈ ગયા હોય તેવી મારી સ્થિતિ થઈ. એક અક્ષર મારા મુખમાંથી નીકળી શકે તેમ ન હતા.
ચેરની જેમ બારણા પાછળ લપાઈને ઉભે હતે પણ કેઈની નજર મારા ઉપર પડી ગઈ. મને હાથ પકડી બહાર કલ્યો. સૌને કદલિકાની વાત સાચી લાગી. હું ભયંકર ગૂનેગાર તરીકે સાબીત થયે. માતા અને પત્નીને હત્યારે કહેવાય. નાગરિકે મારા ભારે તિરસ્કાર કર્યો. મારા ઉપર તિરસ્કાર અને કટુણેની ઝડી વર્ષવા લાગી. સૌ કઈ મને હડધૂત કરતાં હતાં.
પિતાજીએ શેકવિહળ હદયે માતા અને પત્નીની મૃતકાર્યવિધિ કરી. પિતાજી ઘણા જ ગમગીન બની ગયા હતા. મારા પાપકૃત્યને જોઈ મારા પ્રતિ ઘણી નફરત છૂટી. મારા ઉપરને પ્રેમ નષ્ટ થયો અને તિરસ્કાર આવી ગયો.
મારે પુત્ર મહા આપત્તિઓનું કારણ છે, કુલદૂષણ, કુલાંગાર અને અધમાધમ વૃત્તિઓ વાળે છે. મહાપાપાત્મા અને ઘાતકી છે. પુત્ર છે તેથી શું? ભલે અંગજ રહ્યો પણ એ દુષ્ટને કયાં સુધી પાળવેપષ ? મલ, મૂત્ર, પરૂ વિગેરે અંગમાં જ