________________
૬૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
બની ગયું, મારું મન શોકથી ભરાઈ ગયું, રડવું રોકી ન શક્યા, જેરથી પોકે પોક મૂકી રડવા લાગ્યા.
શિલરાજે મને કહ્યું ભલા માણસ ! તું પુરૂષ છે કે સ્ત્રી છે? નારીના પાછળ નર રડે તે તે આજે જ જોવા મળે છે. છાને રહે, કેઈ જેશે તે તને મૂરખ ગણશે. નમાલો ગણશે. શૈલરાજની શિખામણથી હું મૌન થઈ ગયે. રિપુદારણને તિરસ્કાર :
મહેલમાં રહેતી કદલિકા દાસીને થયું કે મહારાણીબાને ગયાને ઘણે વખત થયે છતાં કેમ પાછા વળ્યાં નથી? ઘણે વખત થયે માટે શોધ કરવી જોઈએ.
કદલિકા શોધ કરવા નીકળી અને શેધતાં શોધતાં શૂન્ય ગૃહમાં આવી ગઈ. માતા અને નરસુંદરીના લટકતાં મૃતક શરીરે જોઈ એના હૃદયમાં ધરરર ધ્રાસકે પડ્યો. બેફામ અવાજો કરવા લાગી અને હૈયાફાટ રૂદન કરવા લાગી.
કદલિકાના હદયદ્રાવક રૂદનના અવાજેથી નગરના લોકે ત્યાં જોવા આવી પહોંચ્યા. સૌએ કદલિકાને પૂછ્યું કે શું બન્યું છે? એટલામાં પિતાજી પણ આવી પહોંચ્યા.
કલિકાએ મારા અને નરસુંદરીના ગૃહકલહને અને માતાજીના અને નરસુંદરીના તિરસ્કારને ઉઘાડે પાડી દીધો. જેટલું જાણતી હતી તે બધું જ કહી સંભળાવ્યું.
આકાશમાં ચંદ્રને ઉદય સંપૂર્ણ રીતે થઈ ચૂકયે હતે. એના કિરણે સારે પ્રકાશ પાથરી રહ્યાં હતાં.