________________
ઉપમિતિ કથા સારદ્વાર
શરીરમાં જ થાય છે છતાં કાંઈ સંગ્રહ કરવા જેવી ચીજો કયાં છે ? ત્યાજ્ય અને ગહણીય છે, એમ આ પુત્ર પણ મળની જેમ ત્યાજ્ય છે. આવા પુત્રનું કાંઈ કામ નથી. રાજમહેલ ત્યાગને આદેશ :
પિતાજીએ સેવક દ્વારા આદેશ મેકલી આપે કે “તું મહેલ તજી ચાલ્યો જા. અને કદી પાછો આવીશ નહિ, તારું પાપી હે અમને બતાવીશ નહિ.”
મારી દિનદશા વિપરીત બની ગઈ. મારા તેજ અને ઓજસ ઉતરી ગયાં. કાંતિ અને શેભા નાશ પામી ગયા. નગરમાં ફરી ફરી ભીખ માગી ગૂજા કરવા લાગ્યું. સૌ મને હડધૂત કરતા હતા. મારે માથે દુખના ડુંગરે આવી પડ્યા.
મારી કફેડી પરિસ્થિતિ જોઈ છોકરાએ મશ્કરી કરવા લાગ્યા. સૌ મને પજવવામાં આનંદ માનતા. મારું માન માટીમાં મળી ગયું. પૌરવાસીઓને મારા ઉપર ઘણી નફરત હતી એટલે મારી સામે જ મારી નિંદા કરતા અચકાતા નહિ. મારા ઉપર તિરસ્કાર અને ફિટકાર વર્ષાવતા હતા. ' અરે, નારીઓ પણ મને શબ્દબાણથી વીંધી નાખતી. આંગળીને ઈશારે કરી બેલતી: એ રિપુદારણ જાય. એ પિતાના ઉત્તમકુળમાં કંટક હતું. કુલાંગાર અને ઝેરસમૂહ હતે. મહાપાપીએ ભણતી વખતે અભિમાનમાં ચકચૂર બની મહામતિ કળાચાર્યજીનું મહા અપમાન કર્યું હતું. એ નિરક્ષર ભટ્ટાચાર્યે મહાપંડિતપણને ડેળ રાખી સૌને છેતર્યા હતા.