________________
નરસુંદરી
વાત્સલ્યમૂર્તિ માતાને એણે વધ કર્યો. વિનય વિવેક અને જ્ઞાનની નિર્મળ મૂર્તિ જેવી પત્નીને વધ કર્યો. આ મહાપાપીના મુખ સામે જેવું એ પણ પાપ છે. મહાપાપ છે.
નર-નારી સૌ બેલતા હતા કે આ પાપી રિપુદારણ માટે નરસુંદરી એગ્ય નથી, એ અમે લગ્ન પહેલાંથી કહેતાં હતાં. કયાં એ ઉત્તમ નારીરત્ન અને કયાં આ ઉકરડાને ભૂંડ? ભલું થયું કે આને સુંદરીને વિગ થયો. પરન્તુ આપણા નગરની શોભા સમી નરસુંદરીનું મૃત્યુ એ ઘણું ખરાબ થયું.
આવી આકરી લેકનિંદા સાંભળવા છતાં, ફીટકારોને ઝીલવા છતાં, તિરસ્કારને સહન કરવા છતાં મારી શાન ઠેકાણે ન આવી. મને મારી અવદશાનું ભાન ન થયું. હિતે તે જ રહ્યો.
નાગરિકે એ મારો જાકાર કર્યો, પિતાજીએ દર ત્યજી દીધે, તે પણ શૈલરાજ અને મૃષાવાદ મારા પ્રિય મિત્રો હતા. મેં વિચાર કર્યો કે આ બે મિત્રોના સહકારથી જ મને મનગમતી સામગ્રીઓ મળી હતી અને ભવિષ્યમાં પણ આ મારા પ્રિય સાથીદારની સહાયથી ઋદ્ધિ-સિદ્ધિ સહેલાઈથી મેળવીશ. એમાં જરાય શંકા કરવા જેવું નથી.
આ વિચારપ્રહાવ રોજ ચાલતું રહેતું. બીજી તરફ લોકેને ફીટકાર પણ મળતું રહે. દુઃખની મહાનદીમાં ડુબકીઓ ખાતાં મારા ઘણા દિવસે પસાર થઈ ગયા.
હે અગ્રહીતસંકેતા! મારા સિંઘ પાપાચરણથી પુર્યોદય