________________
૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
તારા જેવી વિદુષી માટે હું હાસ્યને પાત્ર છું. ગામડીયે ગમાર છું, તારી સાથે બેલવામાં મને શો લાભ? અને આમાં મારું સ્વામીપણું કયાં છે? દૂર થા.
કઠેર અને કટુ વાણીને મેં પત્ની ઉપર વરસાદ વરસાવી નાખે. એનું હદય પીંખાઈ ગયું. પાંખવિહુણે હંસલી જેવી એની દશા થઈ. શૈલરાજની ચડવણીથી ન કહેવા જેવું કહી હું મૌન રહો. વનમાં વસતા ગી જે ધ્યાનસ્થ બની ગયો.
ગગનગામિની વિદ્યા ભૂલી જનાર વિદ્યાધરની જેમ નરસુંદરી કર્તવ્યવિમૂઢ બની ગઈ. મારે શું કરવું અને કયાં જવું એનું પણ ભાન ન રહ્યું.
પ્રિયતમના તીર જેવા તીક્ષણ, નિર્દય અને મર્મભેદી વચન સાંભળવા અને તિરસ્કૃત, અપમાનિત જીવન જીવવું એ કરતાં મરણને શરણ થવું શું ખોટું? આ કઠેર નિર્ણય કરી ધીમા પગલે મહેલથી બહાર નીકળી ગઈ.
નરસુંદરી શું કરે છે અને કયાં જાય છે, એ જોવા માટે હું પણ સ્તબ્ધચિત્ત લેપ લગાવી, મિત્ર શૈલને સાથે લઈ એની પાછળ પાછળ ચાલ્યા. મારા દુષ્કૃત્યોથી દુઃખી થએલો સૂર્ય પણ આ વખતે અસ્તાચલ તરફ ચાલ્યો ગયો. પ્રિયતમાને આપઘાત : ( દિનપતિ સૂર્ય અસ્ત થઈ ગયે. એટલે અંધકારે વિશ્વ ઉપર શ્યામ આવરણ પાથર્યું. માર્ગો અને રાજમાર્ગો ધીરે ધીરે જનશૂન્ય બની ગયા. બધે નીરવ શાંતિ પથરાઈ ગઈ એ વખતે અજાણ શૂન્ય ખંડેર ઘરમાં નરસુંદરીએ પ્રવેશ કર્યો.