________________
૫૬
ઉપમિતિ કથા સારિદ્વાર
- એકવાર તારા પતિદેવ પાસે જા અને અનુકૂલ કરવા પ્રયત્ન કરી જે. તારી વિનંતિથી કદાચ એનું હદય પરિવર્તન થશે. એ છતાં એનું હૃદયપરિવર્તન ન થાય તે પણ આપણને એ અભરકે નહિ રહે કે આપણે પ્રયત્ન ન કરી જોયા. લોકમાં પણ કેઈને બે શબ્દ કહેવાના ન રહે. તું જા, અને તારા નાથને મનાવ. પ્રિયતમાની પ્રાર્થના :
માતાજીની આજ્ઞા માન્ય કરી નરસુંદરી ધ્રુજતી ધ્રુજતી મારી પાસે આવી. પુત્રવધુના પગલે પગલે માતાજી પણ આવ્યા અને દ્વારની આડમાં શાન્ત બની છૂપાઈ ગયા. નરસુંદરીનું ધ્યાન એ તરફ ન હતું.
પ્રિયતમાં આવીને મારા ચરણે વળગી પડી અને આરાધ્યદેવ સમજી વિનવવા લાગી.
એ મારા સ્વામિનાથ ! મારો અપરાધ ક્ષમા કરો. હું અપરાધ નહિ કરું. હે પ્રિયતમ ! મારી આ ભૂલને આપ ભૂલી જાઓ. હે કાન્ત ! એકવાર નેહનજરે નિહાળો. મારા જીવિતેશ્વર ! આપ વિણ મારે કોણ આધાર છે? એ વલ્લભ ! એકવાર ક્ષમા આપે. વહાલા પ્રાણનાથ ! આ દુઃખી અભાગણ ઉપર મહેર ધરે. અરે પતિદેવ પ્રિયતમ ! આપ મહાન છે, નમસ્કાર કરવા યોગ્ય છે. એ મારા જીવનસાથી! મને માફ કરે, મને માફ કરે.
હું આપના મનને દુઃખ થાય એવું કાર્ય નહિ કરું.