________________
નરસુંદરી
નરસુંદરી ઉપર મને ફરી રાગ વળે. મને એના મધુર સંભારણું યાદ આવવા લાગ્યા. મારી મૂર્ખતા ઉપર મને ઘણુ ઉત્પન્ન થઈ. હૃદય દુઃખથી ઉભરાવા લાગ્યું. કામદેવે પણ મને પિતાના બાણથી વીંધી નાખ્યો. ચિંતાતુર રીતે શયનખંડમાં શય્યા પર ઢળી ગયે. માતા વિમલમાલતીની સમજાવટ :
સુકોમળ પલંગ મને અગ્નિદાહ જે જણાતું હતું. મારા શ્વાસ દીર્ઘ અને ઉષ્ણ નીકળતા હતા. શય્યામાં આળોટતે હતું, ત્યાં ઉદાસવદને માતા વિમલમાલતી આવી પહોંચ્યા.
માતાજીને મેં ઉચિત વિવેક પણ ન જાળવ્યું. માતાજીએ પિતાની મેળે જ આસન લઈ બેઠક લીધી. હું પણ મારા મનભાવેને સંતાડી ડાહ્યા જે બની પલંગમાં જ પડ્યો રહ્યો, જાણે હું કાંઈ જાણતું નથી.
માતાજીએ નમ્ર સ્વરે કહ્યું. વત્સ! વિનયશીલા વનિતાને આવી રીતે ધૂત્કારી ન મૂકાય. એ તે કુલની જ્યોત છે, કુલદીપિકા છે, એની સાથે આવું ઉદ્ધત આચરણ કરે તે શેભે ખરું? બેટા ! સામાન્ય પ્રસંગમાં આવે કેધ કરે ન ઘટે. અહીંથી ગયા પછી એ કુલીન પત્નીની શી હાલત થઈ એ જાણે છે?
મેં કહ્યુંઃ માતાજી સંભળાવે.
માતાએ કહ્યું બેટા ! જ્યારે એ મારે ત્યાં આવી ત્યારે એની વેણુના વાળ વિખરાઈ ગાલ ઉપર પથરાઈ ગયા હતા.