________________
નરસુંદરી
४७
શિલરાજે જણાવ્યું, તું એકવાર કુમારીકાના હૃદયમાં ભેદનીતિ ઉભી કર. નરસુંદરીનું મન ઉંચુ થાય એવા પ્રયાસ કરી જે. પછી જોયું જશે.
મિત્ર શૈલ! તારે આ વિષયમાં મને પાને ચડાવવાની જરૂર નથી. તારા ચડાવવાથી હું કરું એમ ન માનીશ. પણ કુમારીના હૃદયમાં કુમાર પ્રત્યે અણગમો થાય એ પેંતરે થયો જ માની લે. મારું સામર્થ્ય તું એક વાર જોઇ લે.
આ પ્રમાણે અમારા વિરહ કરાવવાની પાશવી યોજના ઘડી કાઢી, બને મિત્રે વિખુટા પડ્યા.
અહંકારની આડમાં: - ઉર્વશી અને રંભાના રૂપને ઝાંખું પાડનાર, રૂપ અને સૌદર્યથી છલકતું નારી રત્ન સદભાગ્ય પ્રાપ્ત થયું, એટલે મને વિચાર તરંગે આવવા લાગ્યા કે હું વિશ્વમાં ઘણે જ ભાગ્યશાળી વ્યક્તી છું. ધન્યવાદને પાત્ર છું. જે હું પુણ્યવાન ન હોત તે આવું સહાગણ સુપુષ્પ જેવું નારીરત્ન મને કયાંથી પ્રાપ્ત થાત ? | દેવાંગના જેવી પ્રિયતમાની પ્રાપ્તિથી મારે અહંકાર ખીલી ઉઠશે. દેવોને નમવાનું બનતું નથી. વડિલોને વંદના કરતે નથી. બંધુઓ સાથે સંબંધ જાળવતું નથી. પરિવાર ઉપર પ્રેમ બતાવતું નથી. નોકર સાથે નમ્રતા જરા પણ રાખતે નથી. લોક સમુહની લજજા મને નડતી નથી. ચરાચર વિશ્વની જરાય દરકાર નથી. હું સર્વથા બેપરવા બની ગયે.